જીતુ વાઘાણીને ટિકિટ અપાઈ:ભાવનગર પશ્ચિમ બેઠક પરથી આવતીકાલે સભા સંબોધી વિજય મુહૂર્તમાં ફોર્મ ભરશે

ભાવનગર24 દિવસ પહેલા
  • કૉપી લિંક

ભાવનગર પશ્ચિમ વિધાનસભા મત વિસ્તારમાં ફરી એકવાર જીતુ વાઘાણીને ટિકિટ આપવામાં આવી છે. જેને લઈ કાર્યકરો દ્વારા આજરોજ તેના કાળુભા રોડ પાસે આવેલા કાર્યાલય ખાતે આતશબાજી કરી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને મીઠાઈ ખવરાવી મોં મીઠું કરાવવામાં આવ્યું હતું.

ભાજપની પહેલી જાહેર સભા
ભાવનગર પશ્ચિમ વિધાનસભાના ઉમેદવાર જીતુ વાઘાણી દ્વારા આવતીકાલે સવારે 10:00 કલાકે ચિત્રા પેટ્રોલ પંપ પાસે દેસાઈનગર ખાતે જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું છે. ભાજપની પહેલી જાહેર સભા સાથે ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કરશે, આ જાહેર સભા બાદ 12:39 મિનિટે પોતાનું ઉમેદવારી ફોર્મ ભરવા જશે.

વિવિધ સંગઠનના,આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશેભાવનગર શહેરના ચિત્રા પેટ્રોલ પંપ પાસે કોટક બેંક સામેનું મેદાન ખાતે જીતુ વાઘાણીની ભવ્ય જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું છે. આ જાહેર સભામાં ભાજપના વરિષ્ઠ હોદ્દેદાર, આગેવાનો, કાર્યકર્તાઓ, ધર્મગુરુઓ, સંતો-મહંતો, વિવિધ જ્ઞાતિ-જાતિ અને સમાજના આગેવાનો, બુદ્ધિજીવીઓ, ઉદ્યોગપતિઓ વિવિધ સંગઠનના આગેવાનો તેમજ ખૂબ જ મોટી સંખ્યામાં ભાવેણાવાસીઓ ઉપસ્થિત રહેશે,

ઉમેદવારી ફોર્મ આપવાની પ્રક્રિયા પૂર્ણ થવાને માત્ર 3 દિવસ
1 ડિસેમ્બરના રોજ યોજાનાર વિધાનસભાની ચૂંટણી સંદર્ભે રાજકીય પક્ષો દ્વારા પોતાના ઉમેદવારો જાહેર કરી રહી છે જેના ભાગરૂપે આજરોજ ભાજપ દ્રારા સમગ્ર ગુજરાત માંથી 160 ઉમદેવારોના નામો જાહેર કરવામાં આવ્યા છે, જેમાં ભાવનગર જિલ્લાની સાત બેઠક માંથી છ બેઠક પર ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે, ભાવનગર પૂર્વ બેઠકની જાહેર બાકી છે,વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવવા માટે આગામી તારીખ 14 ડિસેમ્બર છેલ્લી તારીખ છે ત્યારે પક્ષો દ્વારા પોતાના ઉમેદવારો જાહેર કરવામાં આવી રહ્યા છે પક્ષો દ્વારા ચૂંટણી સંદર્ભે તમામ તૈયારીઓ સભાઓ શરૂ કરી દેવામાં આવી છે ઉમેદવારી ફોર્મ આપવાની પ્રક્રિયા પૂર્ણ થવાને માત્ર 3 દિવસ બાકી છે.

અન્ય સમાચારો પણ છે...