થોડા દિવસો પહેલા સર.ટી.હોસ્પિટલના ઇમરજન્સી વિભાગમાં એક મહિલા દર્દી છાતીમાં દુખાવા તથા શ્વાસ ચડવાની ફરિયાદ બાદ બેભાન અવસ્થામાં લાવેલ. ઇમરજન્સી ટીમ તથા ડોક્ટર્સની ટીમે તપાસ કરતા મહિલા શોકમાં હોવાનું તથા ECG માં હાર્ટબ્લોક હોવાનું જાણવા મળેલ. ઈમરજન્સી ટીમ દ્વારા CPR દ્વારા જીવ બચાવવાના પ્રયત્નો શરૂ કરવામાં આવેલ. મેડિસીન વિભાગના ડોક્ટર્સને દર્દીના ચિન્હો અસામાન્ય જણાતા બિમ્સ હોસ્પિટલના ફુલ ટાઈમ ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજિસ્ટ ડૉ. વરુણ સિબલનો સંપર્ક કર્યા બાદ તેઓએ હ્રદયની આ ભાગ્યે જોવા મળતી બીમારીને ઓળખી તત્કાલ નિદાન અને સારવારથી દર્દીને નવજીવન બક્ષ્યું હતુ.
દર્દીની સારવાર માટે ડૉ. વરુણ સિબલે સર. ટી. હોસ્પિટલ પહોંચી દર્દીને તપાસી તથા રીપોર્ટસ જોઈને દર્દીને ભાગ્યે જ જોવા મળતી હદય રોગની બીમારી B.R.A.S.H. syndrome હોવાનું તાત્કાલિક નિદાન કરેલ. ત્યારબાદ ડૉ. વરુણ સિબલના માર્ગદર્શન હેઠળ મેડિસીન વિભાગના ડોક્ટર્સ દ્વારા દર્દીની સારવાર શરૂ કરેલ. જેના કારણે દર્દીની સ્થિતિમાં તાત્કાલિક સુધારો જણાવવા લાગેલ. દર્દીના ધબકારા 20માંથી વધીને 88 સુધી પહોંચી ગયા અને પેસમેકર જેવી પદ્ધતિ ટાળી શકાઈ. પાંચમાં દિવસે તંદુરસ્ત રીતે ઘરે જવાની રજા આપેલ. ડૉ. વરુણ સિબલ ફુલ ટાઈમ કાર્ડિયોલોજિસ્ટ તરીકે બિમ્સ હોસ્પિટલમાં હોવા છતાં સર.ટી.હોસ્પિટલ જઈ દર્દીની સારવાર કરી દર્દીની જીવ બચાવ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.