પ્રેરણાદાયી કાર્ય:પોતે કુંવારા રહ્યા પણ હજારો લોકોના લગ્ન કરાવ્યા અને 38 કન્યાદાન કર્યા

ભાવનગર21 દિવસ પહેલા
  • કૉપી લિંક

મેં પોતે લગ્ન નથી કર્યા પણ અન્ય કન્યાઓના લગ્ન કરાવી, લગ્નમાં મદદરૂપ થઈ માતા-પિતા જેટલો જ આનંદ મેળવું છું તેમ 38 જેટલી કન્યાઓને કન્યાદાન કરનાર ડૉ. કૌશલ્યાબેન દેસાઈએ વાતચીત દરમિયાન જણાવ્યું હતું.

ગ્રાફોલોજીમાં વિશ્વની પ્રથમ મહિલાનો ખિતાબ મેળવનાર ડૉ.કૌશલ્યાબેન દેસાઈ કે જેમણે માતા-પિતાની સેવા કરવા માટે લગ્ન નથી કર્યા પણ લોકોના લગ્ન કરાવવામાં પછી તે સમૂહલગ્ન હોય, કોઈ એક દંપતીના હોય, તમામમાં મદદરૂપ થાઉં છું અને 38 કન્યાદાન પણ પોતાના ખર્ચે કરેલ છે. એવી માં કે જેમને અનેક દીકરા-દીકરીઓના લગ્ન કરાવ્યા છે અને પોતે પણ વિશ્વની પ્રથમ ગ્રાફોલોજી મહિલા તરીકે ખ્યાતિ પામી છે. જેને માતા-પિતાએ તરછોડી દીધી હોય અથવા તો તેમના છૂટાછેડા પતિએ તરછોડી હોય એવી દીકરીઓના કન્યાદાન કર્યા છે.

સ્પેશ્યલ મધર એવોર્ડ મેળવ્યો
તાજેતરમાં, બેસ્ટ સ્પેશિયલ મધર એવોર્ડ જાગૃતીબેન શાહ અને અમર જ્યોતિબા તરફથી ડોક્ટર કૌશલ્યા દેસાઈને એનાયત થયો હતો.

અન્ય સમાચારો પણ છે...