તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુષ્કર્મની રાવ:રેકોર્ડિંગ વાયરલ કરી દેવાની ધમકી આપી કુકર્મ આચર્યું

ભાવનગર15 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

સિહોર પંથકની યુવતીએ તેની સાથે કામ કરતા યુવક સાથે પરિચયમાં આવ્યા બાદ ફોનમાં વાત કર્યાંનું રેકોર્ડિંગ વાયરલ કરી દેવાની તેમજ તેના નાના ભાઈને મારી નાખવાની ધમકી આપી અનેકવાર દુષ્કર્મ આચર્યાં અંગેની ફરિયાદ સિહોર પોલીસ મથકમાં નોંધાઈ છે.

સિહોર પંથકની એક યુવતી તેની સાથે નોકરી કરતા અજય નામના યુવકના સંપર્કમાં આવ્યા બાદ આ યુવકે યુવતીને ફોન વાત કર્યાંનું રેકોર્ડિંગ વાયરલ કરી દેવાની ધમકી આપી, અપશબ્દો કહી, તેણીના નાના ભાઈને મારી નાખવાની ધમકી આપી તેના ઘરના ઢાળિયામાં બોલાવી અવારનવાર દુષ્કર્મ આચરી તથા યુવતીને તેની મોટર સાઈકલ પર બેસાડી અલગ-અલગ શહેરોમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યાં અંગેની યુવતીએ સિહોર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. સિહોર પોલીસે અજય નામના શખ્સ વિરૂદ્ધ ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...