ફરિયાદ:બે પત્નિને ડિવોર્સ આપી ત્રીજી સાથે લગ્ન કર્યાં બાદ ગર્લફ્રેન્ડ પણ બનાવી

ભાવનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આઠ મહિનાની ગર્ભવતી મહિલાએ 181ની મદદ માંગી

મહિલા હેલ્પલાઈન 181માં આજે 8 માસની ગર્ભવતી મહિલા આવી હતી. ભાવનગરમાં સાસરું ધરાવતી આ મહિલાને તેના પતિએ લગ્ન બાદ અમદાવાદ ભાડે મકાન રાખી મહિને એકાદવાર મળવા જઈ રેઢી મુકી દીધી હતી. મહિલાએ અંતે મહિલા હેલ્પલાઈનની મદદ લીધી હતી. ભાવનગર શહેરમાં રહેતા એક શખ્સ જેણે અગાઉ તેની બે પત્નિને ડિવોર્સ આપી દીધાં બાદ બે વર્ષ પૂર્વે રાજસ્થાનની એક મહિલા સાથે લગ્ન કર્યાં હતા.

કોરોનાનું બહાનું ધરી આ શખ્સ એકલો ત્યાં જઈને પરણી તેને લઈ આવી અમદાવાદમાં ભાડાના મકાન રાખીને સંસાર શરૂ કર્યો. મહિને એકાદ વખત તે તેને મળવા જતો અને ખર્ચના પૈસા આપતો સમય વિતતા મહિલા ફોન કરે તો તેને સરખો જવાબ આપતો નહી અને ખર્ચના પૈસા પણ નહોતો આપી લગ્નેત્તર સંબંધ બાંધી અન્ય યુવતીને ગર્લફ્રેન્ડ બનાવી હતી.

મહિલા ગર્ભવતી હોવા છતાં છેલ્લા ત્રણ મહિનાથી તેનું ચેકઅપ કરાવ્યું નહોતું અને તેનું ધ્યાન નહી રાખતા અંતે તે એસટી બસમાં ભાવનગર આવી મહિલા પોલીસ મથકમાં પોતાની આપવિતિ જણાવી કે, તેનો પતિ છેલ્લા 3 મહિનાથી તેને કંઈ ખર્ચો આપ્યો નથી અને ગર્ભવતી હોવા છતાં કંઈ ધ્યાન નહી રાખી અન્ય સ્ત્રી સાથે સંબંધ બાંધ્યો છે.

બાદમાં 181એ તેના પતિને બોલાવ્યો હતો. કાઉન્સેલર પુજાબેન ચુડાસમા દ્વારા તેના પતિને કાયદાકિય સમજ આપી તેણીને સાથે રાખવા સહમત થયો હતો. જે બાદ 181 દ્વારા તેમના નિવેદનો નોંધ્યા હતા. ઉપરાંતમાં શખ્સે તેની પત્નિના ગર્ભમાં રહેલું બાળક તેનું નહીં હોવાનો દાવો કર્યો હતો પરંતુ DNA ટેસ્ટ કરાવવાની વાત કરતા પોતાનું અસત્ય લાંબુ નથી ચાલવાનું તે પારખી હકિકત સ્વિકારી હતી.

અન્ય સમાચારો પણ છે...