તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
વાપી, અંકલેશ્વર, ભરૂચ, વડોદરા સહિતના દક્ષિણ ગુજરાતના ઔદ્યોગિક વિસ્તારોમાંથી પ્રતિબંધિત ઇન્ડસ્ટ્રીયલ વેસ્ટ (ઔદ્યોગિક કચરો) અલંગ શિપબ્રેકિંગ યાર્ડની આજુબાજુના વિસ્તારોમાં ઠાલવવામાં આવી રહ્યો છે. ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (જીપીસીબી), અલંગ વિસ્તાર વિકાસ સત્તા મંડળ હોવા છતા કાળો કારોબાર બારોબાર ચાલી રહ્યો છે.
અલંગ શિપબ્રેકિંગ યાર્ડના પ્લોટ નં.6ની સામેના ટેકરી વિસ્તારમાં ગત રાત્રિના સુમારે કેમિકલ વેસ્ટ ઉતારવામાં આવ્યો હોવાની બાતમીના અધારે દક્ષેસ મકવાણા, મુખ્ય કારોબારી અધિકારી, અલંગ વિસ્તાર વિકાસ સત્તા મંડળે અલંગ ચિફ ફાયર ઓફિસર પી.ડી.વ્યાસને દોડાવ્યા હતા, અને વર્ણન મુજબના સ્થળ પરથી મોટા જથ્થામાં કેમિકલ વેસ્ટ મળી આવ્યો હતો.
ઝેરી કચરા વાળા કેમિકલની સાથે સ્થળ પરથી લાલજી દ્વિવેદીની પકડી અને અલંગ પોલીસ સ્ટેશનમાં સોંપી દેવામાં આવ્યા છે. કાયદેસર પોલીસ ફરિયાદ માટે જીપીસીબીના સક્ષમ અધિકારીઓનો પકડાયેલા પ્રતિબંધિત કચરા અંગે અભિપ્રાયની જરૂર પડે છે, અને ગુરૂવારે સવારથી જીપીસીબીને જાણ કરવામાં આવી હોવા છતા સાંજ સુધી સ્થળ પર કોઇ કર્મચારી ફરક્યા ન હતા.
આ અંગે મકવાણાએ જણાવ્યુ હતુકે, આવી ડ્રાઇવ હવે શરૂ રાખવામાં આવશે. શિપ રીસાયકલિંગ ઇન્ડસ્ટ્રીઝ એસો. (ઇન્ડીયા)ના જો.સેક્રેટરી હરેશભાઇ પરમારને પુછતા તેઓએ જણાવ્યુ હતુકે, અન્ય શહેરોનો પ્રતિબંધિત કેમિકલ વેસ્ટ અલંગની આજુબાજુના વિસ્તારોમાં લાવી જમીન, હવા, પાણીનું પ્રદૂષણ ફેલાવાઇ રહ્યુ છે અને તેથી શિપબ્રેકિંગ વ્યવસાયને બદનામ કરાય છે.
કેમિકલ વેસ્ટની શું છે મોડેસ ઓપરન્ડી ?
રાજ્યના અન્ય આૈદ્યોગિક વિસ્તારોમાંથી પ્રતિબંધિત કેમિકલ વેસ્ટ લાવી અને અલંગની આજુબાજુના વિસ્તારોમાં ઠાલવવામાં આવે છે. કામનું મટિરીયલ હોય તેના પર પ્રોસેસ કરી વેચાણ માટે કેમિકલ બજારમાં પધરાવવામાં આવે છે. જે નકામો કચરો હોય તેને જમીનમાં ખાડા કરી અને દાટી દેવામાં આવે છે. પછી માટી વાળી દેવામાં આવે છે, થોડા સમય બાદ તેનો કોલસા જેવું ઇંધણ બની જાય છે, અને તેને ઇંટોના ભઠ્ઠા સહિતના વપરાશ માટે વેચી મારવામાં આવે છે.
માથાભારે શખ્સોનું કેમિકલ વેસ્ટ નેટવર્ક
આ કાળા કારોબાર પર માથાભારે શખ્શોનો કબજો છે. જવાબદાર અધિકારીઓ, કર્મચારીઓને શામ, દામ, દંડ, ભેદની નીતિ અપનાવી લાંબા સમયથી ગેરકાયદે ધંધા કરાઇ રહ્યા છે.
અમારા ધ્યાનમાં નથી, તપાસ કરાવીશું
અલંગ કે તેની આજુબાજુના વિસ્તારોમાંથી અન્ય શહેરોના ઔદ્યોગિક ઝોનનો પ્રતિબંધિત કચરો ઠલવાઇ રહ્યો હોવાની બાબત અત્યાર સુધી અમારા ધ્યાન પર નથી, તમામ સ્થળોની વિસ્તૃત તપાસ કરાવીશુ. કસૂરવારને છોડીશુ નહીં. - અશોકભાઇ ઓઝા, ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ, ભાવનગર
પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.