તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સજા:શિક્ષીકાના પતિને છરીના ઘા ઝીંકી ઇજા કરનાર હાથબના યુવાનને 7 વર્ષની સજા ફટકારતી કોર્ટ

ભાવનગર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મદદગારી કરનાર યુવાનના પિતાને 10 હજારનો દંડ ફટકારાયો

બે વર્ષ પૂર્વે હાથબ ગામે શિક્ષિકાના પતિને છરી વડે હુમલો કરી ઇજા કરવાના બનાવનો કેસ આજે ડિસ્ટ્રીક્ટ કોર્ટમાં ચાલી જતા ડિસ્ટ્રીક્ટ જજે યુવાનને કસુરવાર ઠેરવી 7 વર્ષની સજા ફટકારી હતી. અને મદદગારી કરનાર તેના પિતાને રૂા. 10 હજારનો દંડ ફટકાર્યો હતો.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ હાથબ ગામની સીમમાં આવેલી શાળામાં પ્રવાસી શિક્ષિકા તરીકે અરૂણાબેન ગોહિલ ભણાવવા જતા હતા તે દરમિયાન કલ્પેશ લક્ષ્મણભાઇ ગોહિલ નામનો યુવાન હાઇસ્કુલની છોકરીઓની છેડતી કરવા ઉપરાંત ગાળો બોલતો હોય અરૂણાબેને આ અંગેની વાત પ્રિન્સીપાલને કરતા પ્રિન્સીપાલે કલ્પેશને બોલાવી ઠપકો આપ્યો હતો. જેની કલ્પેશે દાઝ રાખી અરૂણાબેનના પતિ વિનયભાઇ ગોહિલ સાથે ઝઘડો કરવા તેની પાછળ ફરી પેરવી કરતો હતો જે અંગેની વાત વિનયભાઇએ તેના કાકા વનરાજભાઇ છગનભાઇને કરતા બંન્ને કાકા ભત્રીજાએ બે વર્ષ પૂર્વે તા.1-10-19 ના રોજ હાથબ ગામમાં આવેલ મઢૂલી પાસે કલ્પેશને સમજાવવા જતા કલ્પેશ તથા તેના પિતા લક્ષ્મણભાઇ ઉર્ફે બુધાભાઇ ગોહિલ બંન્નેએ કાકા-ભત્રીજા ઉપર ઢોલ થપાટ કરેલ.અને કલ્પેશે વિનયભાઇને પેટના ભાગે છરીનો ઘા ઝીંકી, ઇજા કરી નાસી છુટેલ.

આ બનાવ સંદર્ભે વનરાજભાઇએ પિતા-પુત્ર સામે ફરિયાદ નોંધાવતા પોલીસે આઇપીસી 307, 326, 323 તથા 135 મુજબ ગુનો નોંધી બંન્નેની અટકાયત કરેલ. આ બનાવ અંગેનો કેસ આજરોજ ડિસ્ટ્રીક્ટ કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ વિપુલભાઇ દેવમુરારીની દલીલો અને ૨૭ પુરાવા સાક્ષી ગ્રાહ્ય રાખી ડિસ્ટ્રીક્ટ જજ આર.ટી.વચ્છાણીએ કલ્પેશને કસુરવાર ઠેરવી આઇપીસી 326 માં 7 વર્ષની કેદ અને 15 હજારનો દંડ તથા આઇપીસી 323 માં છ માસની કેદ અને 5 હજારનો દંડ ફટકારેલ. જ્યારે તેના પિતા લક્ષ્મણભાઇને મદદગારી કરવા બદલ આઇપીસી 323 મુજબ રૂા.10 હજારનો દંડ ફટકાર્યો હતો. અને કુલ.30 હજારના દંડમાંથી 50 ટકા ઇજાગ્રસ્તને આપવાનો હુકમ કરાયો હતો.

અન્ય સમાચારો પણ છે...