રમત ગમત:નેશનલ રેન્કિંગ ટેનિસ ટુર્નામેન્ટમાં ભાવનગરનો હર્ષ દવે પ્રથમ વખત ફાઇનલમાં પહોંચ્યો

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ભાવનગરના ઇતિહાસમાં પ્રથમ વાર ટેનિસ રમતમાં 13વર્ષના હર્ષ દવે ભોપાલમાં ચાલી રહી ઓલ ઇન્ડીયા ટેનિસ નેશનલ રેન્કિંગ ટુર્નામેન્ટની ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે.ભાવનગરના 13 વર્ષના હર્ષ દવે ભોપાલમાં ખાતે રમાઇ રહેલી નેશનલ રેન્કિંગ ટેનિસ ટુર્નામેન્ટમાં ગુરૂવારે રમાઇ ગયેલી સેમિફાઇનલ મેચમાં દેશના ત્રીજા ક્રમાંકિત ખેલાડી સોહમ રાઉતને 6-2, 6-4થી સીધા સેટોમાં પરાસ્ત કરી અને ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. આવી સિધ્ધિ હાંસલ કરનાર હર્ષ દવે ભાવનગરનો પ્રથમ ખેલાડી છે.

શુક્રવારે ભાવનગરના હર્ષ દવે હવે ચંદીગઢ ના મોહમ્મદ અસીમ સામે ફાઇનલ જીતવા ઉતરશે. ભાવનગરના ઘોઘા સર્કલ પાસે આવેલ કે.એસ.એમ. સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં રમતા હર્ષ દવેને માર્ગદર્શન આપતા કોચ સૌરભ મિશ્રા, વિલાસ ગોહિલ, ગોરલ રાઠોડ દ્વારા જણાવવામાં આવ્યુ છે કે, શરૂઆતથી જ હર્ષ દવેની રમત સૌને આકર્ષિત કરી રહી હતી. અને તેની પ્રતિભાને કારણે ભાવનગર ખાતે તેને ઘનિષ્ઠ પ્રશિક્ષણ મળી રહે તેની ખાસ વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...