આરોગ્ય વિશેષ:હદયરોગ, ક્રોનિક કિડનીનાં દર્દીને વધુ પાણી પીવું હાનિકારક

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • માનવ શરીરને 2.5 લિટર પાણીની દૈનિક જરૂરિયાત : વધુ પાણી પીવાથી પથરી તૂટે તેવુ નથી
  • પગ અને મોઢા પર સોજા, શ્વાસ લેવામાં તકલીફ જેવા કીડની ડીસ્ફંકશનનાં લક્ષણો

અત્યારે ટી.વી. પર સેલિબ્રિટીઝ નાં ઇન્ટરવ્યૂ જોતા હોઈએ ત્યારે દરેક સ્ટાર પોતાની સારી સ્કીન નો ક્રેડિટ વધુ પ્રમાણમાં પાણી પીવાની પોતાની આદત ને આપતા છે. આપની આસપાસ પણ પાણી પીવો તો શરીર નો કચરો નીકળી જશે એવું કહેતા લોકો જોવા મળે છે. પરંતુ દરેક વ્યક્તિ માટે આ આદત સારી નથી ગણવામાં આવતી. એક સામાન્ય વ્યક્તિ કે જેનું શરીર અને શરીર તંત્ર બરાબર કામ કરી રહ્યું હોય તેને લગભગ ૨.૫ લિટર ની રોજિંદી પાણી ની જરૂરિયાત રહે છે. ઋતુ પ્રમાણે તેમાં થોડીક વધ - ઘટ થઈ શકે . પણ એવા વ્યક્તિઓ કે જેને હદયરોગની તકલીફ હોય કે ક્રોનિક કિડની ડીસીઝ હોય તેમને ઓછું પાણી પીવાનું કેહવામા આવે છે.

હૃદયરોગ અને ક્રોનિક કિડની ડીસીઝ ધરાવતી વ્યક્તિમાં પાણી પીવાની સરખામણીમાં પાણીનું ફિલ્ટરેશન ધીમું થતું હોય છે અને વધારાના પાણીનો શરીરમાં સંગ્રહ થાય છે. પાણી પીવાને લઈને એક ધારણા એવી પણ છે કે વધુ પાણી પીવાથી કે બિયર પીવાથી પથરી તૂટે છે, પણ એવું નથી હોતું. કિડની માં પથરી માટે પાણી નું ગ્રહણ અને મીઠું ઓછું કરવું હિતાવહ છે ઈલાજ નથી. આ ઉપરાંત શરીરમાં સોજા અને શ્વાસ લેવામાં તકલીફ જેવા લક્ષણો દેખાય તો તબીબો નો સંપર્ક સાધવો જોઈએ. ક્રીએટીનીન નું લેવલ એક ટકા થી વધુ ન થાય તેનું ધ્યાન રાખવું જોઈએ. ઘરેલુ ઉપાયો અજમાવવા કરતા, નિષ્ણાંતની સલાહ લેવી જોઈએ.

યુરીનરી બ્લેડરનાં રોગો થી બચવા મૂત્ર રોકીને ન રાખવું
જ્યારે મૂત્રાશય માં ફિલ્ટરેશન સરખું ન થઈ રહ્યું હોય ત્યારે શ્વાસ લેવામાં તકલીફ અને પગ તથા મોઢા પર સોજો આવી જવો , જેવી તકલીફો થાય છે. આવા લક્ષણો હોય તો ચોક્કસ તકલીફ હોય શકે છે. સ્કૂલ જતાં બાળકો ને પણ વધારે સમય મૂત્ર રોકી રાખવાથી, એ પછી ટીચરે નાં જવા દીધા હોય કે શાળા માં સ્વચ્છતા ન હોય , નાં લીધે યુરીનરી બ્લેડર નાં રોગો અને કિડની ડિસ્ફંકશન થઈ શકે છે. બંને કેસ માં તબીબી સલાહ લેવી જોઈએ
- ડૉ. નિમિત ઓઝા, યુરોલોજીસ્ટ,સુપર સ્પેશિયાલિસ્ટ

બી.પી અને ડાયાબિટીસમાં ક્રીએટીનીન કંટ્રોલમાં રાખવું
કિડનીને લગતા ઘણા રોગો પાછળ સામાન્ય કારણો જવાબદાર છે જેમકે કિડનીનો વાલ્વ ખરાબ હોય તેવા લોકોને વારંવાર મુત્રત્યાગ નું કહેવામાં આવે છે જેથી તેમની કિડનીને લગતી તકલીફો વધી ન જાય. બી.પી કે ડાયાબિટીસ થી પીડાતી વ્યક્તિએ 40 વર્ષ પછી દર છ મહિને ક્રીએટીનીન ટેસ્ટ કરાવવો જ જોઈએ. કોઈ પણ સંજોગો માં વ્યક્તિએ મૂત્ર રોકી ન રાખવું. - ડૉ. દીપક સાબુ, નેફ્રોલોજીસ્ટ, સુપર સ્પેશિયાલિસ્ટ

અન્ય સમાચારો પણ છે...