તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઈમ:પુત્ર બાદ અંકિતાની લાશને રાત્રે ઠેકાણે પાડવાની હત્યારા હેમલની યોજના હતી

ભાવનગર18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હત્યા માટે બરફ કાપવાના સુયા અને ચપ્પુનો ઉપયોગ
  • 2 દિવસના રિમાન્ડ દરમિયાન આરોપીની પુછપરછ કરાઈ: ક્રાઈમ રિકન્સ્ટ્રક્ટ કરાયું

શહેરમાં માતા-પુત્રની કરપીણ હત્યાના બનાવ લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. માતા પુત્રની હત્યા કરનારા આરોપીને પોલીસે ઝડપી પાડ્યો હતો અને બે દિવસના રિમાન્ડ મળ્યા બાદ તેની પુછપરછમાં અનેક તથ્યો સામે આવ્યા છે.આ બનાવના આરોપી હેમલ ભુપેન્દ્રભાઈ શાહને પોલીસે ઝડપી લીધાં બાદ બે દિવસના રિમાન્ડમાં લીધો હતો અને આ દરમિયાન પોલીસે હેમલે આ ગુનાને કંઈ રીતે અંજામ આપ્યો તે જાણવા પોલીસે આરોપી હેમલને સાથે રાખી તેણે કાર ક્યાં માર્ગેથી લઈ ગયો હતો અને કંઈ રીતે હત્યાને અંજામ આપ્યો તેનું ક્રાઈમ રિકન્સ્ટ્રક્ટ કર્યું હતું.

બુધવારે રાત્રીના માતા-પુત્રની હત્યા કર્યાં બાદ પુત્રની લાશને કારમાં નાખીને સીદસર રોડ પરની અવાવરૂ જગ્યાએ ફેંકી આવ્યો હતો અને આ બાળક‌ની લાશ મળ્યા બાદ ખાનગી બાતમીના આધારે આ બનાવનું પગેરૂ તખ્તેશ્વર પાસે આવેલા ફ્લેટ સુધી લઈ આવ્યું અને આ ફ્લેટમાંથી મહિલાની લાશ મળી જેની ઓળખ અંકિતાબેન જોષી તરીકે થઈ અને સત્ય સપાટી પર આવ્યું.

આરોપી હેમલે બુધવારે રાત્રે પુત્રની લાશ ઠેકાણે પાડ્યા બાદ ગુરુવારે રાત્રે અંકિતાની લાશને ઠેકાણે પાડવાનો હતો પણ પાપ પીપળે જઈને પોકારે જ, અને હેમલ લાશને ઠેકાણે પાડે તે પહેલાં જ પોલીસ પહોંચી જતાં સત્ય સપાટી પર આવી ગયું. પોલીસે આ અંગે પંચનામું કરી આરોપી હેમલેને જેલ હવાલે કરી દીધો છે જ્યારે હત્યા માટે ઉપયોગમાં લેવાયેલા બરફ કાપવાના સુયા અને ચપ્પુને પોલીસે કબ્જે લીધાં હતા.

ખબરીઓની ખાનગી બાતમી કામે આવી...
બાળકનો મૃતદેહ મળી આવ્યા બાદ ઘટના સ્થળેથી મળી આવેલી વસ્તુઓ અને મૃતદેહની સ્થિતિની ઝીણવટ ભરી તપાસ કરતા આમાં નવો વળાંક અથવા કોઈ અન્ય કનેક્શન મળી શકે તેમ હોવાની શંકાના આધારે પોલીસે ખબરી નેટવર્કને એક્ટિવ કરી જુદાં-જુદાં એન્ગલથી માહિતી મેળવવાનો પ્રયાસ કર્યો જે માહિતીએ પોલીસને આ ફ્લેટ સુધી લઈ આવ્યું.

અન્ય સમાચારો પણ છે...