એજ્યુકેશન:ધો.10ની પૂરક પરીક્ષાની હોલ ટિકિટ ડાઉનલોડ થઇ શકશે

ભાવનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભુલ હોય તો બોર્ડ કચેરીનો સંપર્ક કરવો
  • ssc.gsebht.in, gsebht.in અથવા gseb.org પરથી હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકાશે

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10ની માર્ચ, 2022ની લેવાયેલી પરીક્ષામાં એક કે બે વિષયમાં નાપાસ થયેલા અને સ્ટાન્ડર્ડ ગણિતના પૃથક ઉમેદવારો માટે આ જુલાઈ માસમાં 18મી તારીખથી પૂરક પરીક્ષા શરૂ થવાની છે. પરીક્ષાર્થીઓની હોલ ટિકિટ આજથી, તારીખ 10 જુલાઈથી બોર્ડની વેબસાઈટ ssc.gsebht.in, gsebht.in અથવા gseb.org પરથી શાળા દ્વારા શાળાનો ઇન્ડેક્સ નંબર તથા શાળાનો નોંધાયેલો અને મોબાઈલ નંબર અથવા ઈમેલ આઇડી દ્વારા લોગીન કરી ડાઉનલોડ કરી શકાશે.

હોલ ટિકિટની પ્રિન્ટ કાઢીને પરીક્ષાર્થીઓના જુલાઈ 2022ના પરીક્ષાના આવેદન મુજબ વિષય અને માધ્યમની કરાઈ કરીને હોલ ટિકિટમાં પરીક્ષાર્થીનો ફોટો ચોંટાડી, પરીક્ષાર્થીની સહી, પરીક્ષાર્થીના વર્ગ શિક્ષકની સહી તેમ જ આચાર્યના સિક્કા કરીને પરીક્ષા આપીને આપવાની રહેશે તેમ ભાવનગરના ઇન્ચાર્જ ડીઇઓ કે.વી. મિયાણીએ જણાવ્યું છે.

હોલ ટિકિટ સાથે પરીક્ષા માટેની ધોરણ 10ની સુચના હોલ ટિકિટની પાછળના ભાગે પ્રિન્ટ કરીને પરીક્ષાર્થી અને આચાર્યની સહી સાથે ફરજિયાત આપવાની રહેશે. પ્રવેશપત્ર સાથે ઓનલાઇન મૂકવામાં આવેલ યાદીમાં હોલ ટિકિટ તથા સૂચના પરત આપ્યા બદલ પરીક્ષાર્થીની સહી લેવાની રહેશે. વિષય બાબતે કોઈ વિસંગતતા જણાય તો બોર્ડની ગાંધીનગર કચેરી ખાતેના માધ્યમિક શાખાનો સંપર્ક કરવાનો રહેશે.

અન્ય સમાચારો પણ છે...