તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પરીક્ષા:ધો.12ની રિપીટર પરીક્ષાની હોલ ટિકિટ વેબસાઇટ પર ઉપલબ્ધ

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોઇ ભુલ હોય તો બોર્ડનો સંપર્ક કરવો
  • સ્કૂલોએ હોલ ટિકિટ ડાઉનલોડ કરી ચકાસણી અને સહી-સિક્કા કરી ઉમેદવારોને આપવી

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, બુનિયાદી પ્રવાહ તેમજ સંસ્કૃત મધ્યમાંના રીપીટર અને પૃથ્થક ઉમેદવારોની પરીક્ષા 15મી જુલાઈથી શરૂ થવાની છે. પરીક્ષાર્થીઓના પ્રવેશ પત્ર (હોલ ટિકિટ) આજે તારીખ 5 જુલાઈ સવારે 11 વાગ્યાથી બોર્ડની વેબસાઇટ sci.gsebht.in અથવા gsebht.in અથવા gseb.org પરથી શાળાનો ઇન્ડેક્સ નંબર તથા શાળા નોંધાયેલ મોબાઈલ નંબર અથવા ઈમેઇલ આઈડી લોગીન કરી ડાઉનલોડ કરી આપવાનો આરંભ થયો છે.

પ્રવેશ પત્ર હોલ ટિકિટની પ્રિન્ટ કાઢીને પરીક્ષાર્થીના આ જુલાઈની પરીક્ષાના આવેદનપત્ર મુજબના વિષયો અને માધ્યમની ખરાઇ કરીને તેમાં પરિક્ષાર્થીનો ફોટો ચોંટાડી પરીક્ષાર્થીની સહી પરીક્ષાર્થીના વર્ગ શિક્ષકની સહી તેમજ નિયત જગ્યાએ આચાર્યના સહી-સિક્કા ફોટા પર આવે તે રીતે કરીને પરીક્ષાર્થીઓને આપવાના રહેશે. પ્રવેશ પત્ર (હોલ ટિકિટ) તથા સૂચના પત્ર સહી લેવાની રહેશે. તેની તમામ સંબંધિત નોંધ લેવા અને સમય મર્યાદામાં જરૂરી કાર્યવાહી કરવા ડીઇઓ એન.જી. વ્યાસે જણાવ્યું છે. પરીક્ષાર્થીના વિષયો બાબતે કે અન્ય કોઈ વિસંગતતા હોય તો બોર્ડની ગાંધીનગર ખાતેની કચેરીનો જરૂરી આધાર સાથે સંપર્ક કરવાનો રહેશે.

અન્ય સમાચારો પણ છે...