વીજળી ખોરવાશે:અડધા ભાવનગર શહેરમાં કાલથી 3 દિવસ વીજ પુરવઠો બંધ રહેશે

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પૂર્વ વિધાનસભાનો મોટાભાગના વિસ્તારમાં વીજળી ખોરવાશે

પીજીવીસીએલ દ્વારા આગામી તારીખ 23 ને સોમવારે, 24 ને મંગળવાર તેમજ 25 ને બુધવારના રોજ સવારે 6:30 થી 11:30 અને 12:30 દરમિયાન મેન્ટેનન્સની કામગીરીને કારણે વીજ પુરવઠો બંધ રહેશે. શહેરના પૂર્વ વિધાનસભા વિસ્તારનો મોટાભાગના વિસ્તારમાં વીજ પુરવઠો બંધ રહેશે.

પીજીવીસીએલ દ્વારા 23 ને સોમવારે સવારે 6:30 થી 11:30 કલાક દરમિયાન રુવા ફીડર હેઠળના નવા બંદર રોડ, એરપોર્ટ રોડ, રુવા ગામ અને હરીદર્શન પાછળના ખેતીવાડી વિસ્તાર, કૃષ્ણનગર ફીડરના ખેડુતવાસ, પ્રભુદાસ તળાવ ચોક, ત્રિમુખી હનુમાન, પ્રભુદાસ તળાવ થી ટેકરી ચોક, આનંદનગર ફીડર હેઠળમાં જૂની એલ.આઇ.જી. નો ભાગ, દીપક ચોક, બ્લડ બેન્ક, મહિલા કોલેજ નો અમુક વિસ્તાર, યશવંતરાય નાટ્યગૃહ, હલો દાણીબાઇ કન્યા છાત્રાલય આસપાસનો વિસ્તાર, આંબાવાડી સ્વસ્તિક સોસાયટી આસપાસ, લવકુશ ફ્લેટ, અપંગ પરિવાર કલ્યાણ કેન્દ્ર, છાપરુ હોલ, ઘોઘા સર્કલ આજુબાજુનો વિસ્તાર, ગાયત્રીનગર ફીડર હેઠળમાં, ગુણાતીત ટેનામેન્ટ, આનંદનગરના અમુક વિસ્તાર, આડોડીયાવાસ, ડિસ્પોઝલ, સુમન ટાઉનશીપ, વર્ષા સોસાયટી, સુવિધા ટાઉનશીપ, હમીરજી પાર્ક, આવાસ યોજના, અજય વાડી, એરપોર્ટ રોડ, વેજીટેબલ ફીડર હેઠળમાં સહકારી ઘાણો, ત્રિવેણી રોલિંગ મિલ, રૂવાપરી રોડ, પોપટ નગર, ધના નગર, હલુરિયા ફીડર હેઠળ આનંદનગર ત્રણ માળીયા, વણકરવાસ,વિમાનુ દવાખાનુ, મ્યુ. ક્વાર્ટર, ગૌતમ ફ્લેટ, દિપકચોક, શિશુવિહાર સર્કલ થી સ્ટાર પ્લાઝા, સુભાષનગર ફીડર હેઠળ, આનંદ નગર નવી એલઆઈજી, એકતા એપાર્ટમેન્ટ, ત્રણ માળીયા, સ્લમ બોર્ડ, તિલકનગર, સાઇબાબા સોસાયટી, કમલ એપાર્ટમેન્ટ, પટેલ પાર્ક, મુની ડેરી ચોક થી ભગવાનેશ્વર મંદિર, ઉલ્લાસ ફીડર હેઠળ ખેડુતવાસ, રજપૂત સોસાયટી, દાઢીની હોટેલ, શિશુવિહાર સર્કલ, ભીલવાડા ચોક, શિશુવિહાર સર્કલ થી ક્રેસંટ, શિવ શક્તિ હોલ, નવાબંદર ફિડર હેઠળ ભાવનગર સોલ્ટ,જીએમબી, સમર્પણ ફિડર હેઠળ શિવાજી સર્કલ થી સુભાષનગર રોડ, સુભાષનગર ચોકથી એરપોર્ટ રોડ, સંતોષ પાર્ક સોસાયટી,ભોળાનાથ સોસાયટી, પંચવટી ચોક, લાખાવાડ, ધર્મરાજ, પીપલ્સ, અખિલેશ સર્કલ, લીલાઉડાન, હરિદ્વાર રેસિડેન્સિ બંધ રહેશે.

તારીખ 23 ને સોમવારે સવારે 6:30 થી 12:30 દરમિયાન અનિલ ફીડર હેઠળ ગોકુલનગર, રૂવા ગામ, પટેલ સમાજની વાડી, સત્કાર સોસાયટી, બાલયોગીનગર, એકલવ્ય સોસાયટી, ગૌશાળા, ક્રુષ્ણપરાગામ, માનસ શાંતિ, નેચરલ પાર્ક, સોમનાથ રેસિડન્સી સહિતના વિસ્તારમાં વીજ પુરવઠો મળી શકશે નહીં.

જ્યારે તા.24 ને મંગળવારે સવારે 6:30 થી 12:30 દરમિયાન ઉધોગનગર ફિડર હેઠળના વિસ્તાર, તા.25 ને બુધવારે 6:30 થી 12:30 રેડક્રોસ ફિડર હેઠળ, બુધવારે જ સવારે 6:30 થી 11:30 સાંઈબાબા, પોર્ટ કોલોની, ફેરી બંદર, કણબીવાડ, પ્રેસ રોડ, જમનાકુંડ અને વીઆઇપી ફિડર હેઠળના વિસ્તારમાં વીજ પુરવઠો બંધ રહેશે.

અન્ય સમાચારો પણ છે...