સારા વરસાદની રાહ:ભાવનગર જિલ્લાના ગારિયાધાર અને પાલિતાણામાં એક-એક ઈંચ વરસાદ, બે દિવસથી વાદળો ઘેરાયા બાદ પણ મેઘરાજા વરસી નથી રહ્યા

ભાવનગર11 દિવસ પહેલા
  • સમગ્ર રાજ્યમાં સિઝનના 50 ટકા કરતા વધુ વરસાદ વરસ્યો

ભાવનગર શહેર-જિલ્લામાં વિરામ બાદ મેઘરાજાની જમાવટ કરે એવાં ઉજળા સંજોગોનુ નિર્માણ થયું છે, જેના કારણે ભાવનગર જિલ્લાના ગારિયાધાર અને પાલિતાણા તાલુકામાં એક-એક ઈંચ વરસાદ વરસ્યો હતો. જિલ્લાના 10 તાલુકામાંથી 6 તાલુકામાં આજે વરસાદ નોંધાયો હતો. જોકે શહેરમાં છેલ્લા બે દિવસથી ધોધમાર વરસાદ વરસવા લાયક માહોલ જોવા મળી રહ્યો છે પરંતુ શ્રાવણી સરવડા જ વરસી રહ્યા છે.

રાજ્યમાં સિઝનનો 50 ટકા વરસાદ વરસી ચૂક્યો છે
સમગ્ર રાજ્યમાં ચોમાસાના આરંભે સિઝનના કુલ વરસાદ પૈકી 50 ટકા જેટલો વરસાદ વરસી ચુક્યો છે પરંતુ હવે મેઘરાજાના બીજા રાઉન્ડની રાજ્યમાં શરૂઆત થઈ રહી છે રાજ્યના વિવિધ જિલ્લાઓમા મંદ પરંતુ મક્કમ ગતિએ સેકન્ડ ઈનિંગ શરૂ કરી છે ત્યારે ભાવનગર જિલ્લામાં મેઘરાજાના બીજા રાઉન્ડમાં ગારિયાધાર અને પાલિતાણામાં એક-એક ઈંચ વરસાદ વરસ્યો હતો. તો બીજી તરફ અન્ય તાલુકાઓમાં હળવા ભારે ઝાપટાં વરસ્યા હતાં.

છેલ્લા બે દિવસથી મેઘાનુ જોર જોવા મળી રહ્યું છે
જ્યારે શહેરમાં પણ છેલ્લા બે દિવસથી મેઘાનુ જોર જોવા મળી રહ્યું છે પરંતુ સારો વરસાદ વરસી રહ્યો નથી, અને ગરમીનો પારો ધીમે ધીમે વધી રહ્યો છે, રાજ્યના હવામાન વિભાગે ફરી એકવાર મેદાને ઉતરી આગાહી કરી છે કે નૈઋત્યનું ચોમાસું ફરી એકવાર સક્રિય થયું છે અને સમગ્ર રાજ્યમાં આગામી દિવસોમાં હળવાથી ભારે સાર્વત્રિક વરસાદની સંભાવનાઓ જોવાઈ રહી છે.

આજે કયા તાલુકામાં કેટલો વરસાદ?

તાલુકોવરસાદ
ગારિયાધાર26 મીમી
વલ્લભીપુર25 મીમી
પાલિતાણા10 મીમી
ઉમરાળા08 મીમી
સિહોર06 મીમી
તળાજા06 મીમી

અન્ય સમાચારો પણ છે...