શૈક્ષણિક:હાર્ડવર્ક સાથે સ્માર્ટવર્કના સંયોજનથી હેલીની નીટમાં સફળતા

ભાવનગર24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હેલીએ 720માંથી 705 માર્ક સાથે સૌરાષ્ટ્રમાં મેરિટમાં પ્રથમ અને ગુજરાતમાં તૃતિય ક્રમ મેળવ્યો
  • ​​​​​​જ્ઞાનમંજરી, સરદાર પટેલ અને વિદ્યાધિશના તારલા ઝળક્યા

નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા નીટ વાર્ષિક ધોરણે લેવામાં આવે છે. આ પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ વખતે 15.97 લાખ ઉમેદવારે પરીક્ષા આપી હતી, જેમાં ભાવનગરમાં પણ તેજસ્વી તારલાઓએ સારા રેન્ક મેળવીને તબીબી ક્ષેત્રે પોતાની કારકિર્દી ઘડવામાં આરંભે સફળતા મેળવી છે. શહેરમાં જ્ઞાનમંજરી કેરિયર એકેડમીની હેલી મેહુલભાઇ પટેલે 720માંથી 705 માર્ક મેળવી સૌરાષ્ટ્ર ઝોનમાં પ્રથમ ગુજરાતમાં મેરિટમાં તૃતિય, ઓલ ઇન્ડિયા ફિમેલ ગ્રુપમાં 13મું અને ઓલ ઇન્ડિયા મેરિટ રેન્કમાં 31મો રેન્ક મેળવ્યો છે.

એક વાતચીતમાંજણાવ્યું હતુ કે નીટ માટે આયોજનબદ્ધ મહેનત જરૂરી છે. અભ્યાસ માટે આરંભથી જ હાર્ડવર્ક સાથે સ્માર્ટ વર્ક જરૂરી છે. કેટલા કલાકની તુલનામાં કેવી રીતે અને કેટલી એકાગ્રતાથી વાંચો છો તે અત્યંત મહત્વનું છે. હેલીને ધો.11 સાયન્સમાં પગના ગોઠણનું ઓપરેશન કરાવ્યું હોવા છતાં સતત ટાઇમટેબલ મુજબ મહેનત કરીને સફળતા મેળવી છે. સંસ્થાના ધ્રૂવી હિરેનભાઇ શાહે 685 માર્ક, આસ્થા પિનાકીનભાઇ વોરાએ 682 માર્ક અંકે કર્યા છે. જ્ઞાનમંજરીના કુલ 11 તારલાઓએ 650 કે તેનાથી વધુ ગુણ મેળવ્યા છે.

જ્યારે 600થી 649 ગુણમાં સંસ્થાના 54 તારલાઓનો સમાવેશ થાય છે. સરદાર પટેલ એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટના બે તેજસ્વી તારલાઓએ 99.80 કે તેનાથી વધુ પર્સન્ટાઇલ મેળવ્યા છે. જેમાં તુષાર રણછોડરભાઇ પંડ્યાએ કુલ 720માંથી 657 માર્ક તેમજ 99.8185 પર્સન્ટાઇલ મેળવ્યા છે. જ્યારે પ્રાચી અનિલકુમાર ત્રિવેદીએ 656 માર્ક તેમજ 99.8086 પર્સન્ટાઇલ મેળવ્યા છે. વિદ્યાધિશ વિદ્યાપીઠના દેવદીપસિંહ સરવૈયાએ 645 ગુણ સાથે સંસ્થામાં પ્રથમ ક્રમે મેળવ્યો છે.

જ્ઞાનમંજરીના જોડીયાભાઇઓની નીટમાં સિદ્ધિ
જ્ઞાનમંજરીમાં ભણતા અને મનુભાઇ જીંજાળાના જોડીયા પુત્રો ભૌતિક અને ધ્રૂવિકે નીટમાં સફળતા મેળવી છે.રાજુલા ગામના નબળી આર્થિક સ્થિતિ ધરાવતા ખેડૂત પરિવારના આ બન્ને જોડીયા ભાઇઓ તેજસ્વી કારકિર્દી ધરાવતા હોય ખર્ચાળ વિજ્ઞાન પ્રવાહની અભ્યાસ ફી જ્ઞાનમંજરીએ માફ કરી હતી. નીટમાં ભૌતિકે 615 અને ધ્રૂવિકે 590 માર્ક મેળવતા હવે આ અત્યંત સાધારણ પરિવારના જોડીયા ભાઇઓ ડોકટર બનશે. આવો જ એક વધુ કિસ્સો દર્શિત કળસરિયાનો છે . તેના પિતા રમેશભાઇ રત્ન કલાકાર છે અને મહિને રૂ.10 હજારથી ઓછી આવક ધરાવે છે. તેને પણ સંસ્થાએ અભ્યાસ ફીમાં માફી આપી હતી અને નીટમાં દર્શિતે 635 માર્ક મેળવી સફળતા અંકે કરી છે.

અન્ય સમાચારો પણ છે...