તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આવિષ્કાર:જ્ઞાનમંજરીના ભાવિ ઇજનેરોએ કર્યો સ્માર્ટ બમ્બરશૂટ (છત્રી)નો આવિષ્કાર

ભાવનગર6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તાપમાન માપીને, હવામાનની જાણકારી આપશે

જ્ઞાનમંજરી ઇન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજીના કમ્પ્યુટર એન્જીનીયરિંગ વિભાગના વિદ્યાર્થીઓ શિવમ ગોયાણી, દર્શન કેવડીયા, અને ઉમંગ ગંગાણી દ્વારા સ્માર્ટ બમ્બરશૂટ (છત્રી) બનાવવામાં આવ્યું છે. સ્માર્ટ બમ્બરશૂટ એક એવો પ્રોજેક્ટ છે, જેમાં હવામાનમાં રહેલું વાસ્તવિક સમયનું ભેજ અને તાપમાન માપીને, હવામાનની જાણકારી આપશે જેનું મોબાઈલ ફોનમાં મેસેજ આપીને યાદ અપાવે છે કે આજે વરસાદ આવવાની શક્યતા છે કે નહિ એટલે કે છત્રી સાથે લઇ જવી કે નહિ.

આ પ્રોજેક્ટની એક એવી ખાસિયત છે કે જો તમે છત્રી કોઈપણ જગ્યાએ ભૂલી જાવ તો છત્રીમાં રહેલું સીમ કાર્ડની મદદથી તમે એમાં ‘LOC’ નામનો મેસેજ (CODE WORD) તમારા ફોનથી મોકલીને છત્રીનું વાસ્તવિક (CURRENT) લોકેશન મેળવી શકો છો.

છત્રીમાં ફીટ કરેલા GSM સીમ કાર્ડની મદદથી એકસાથે ઘણા બધા મોબાઇલ નંબર પર મેસેજ મોકલી શકાઈ છે. સ્માર્ટ બમ્બર શૂટ પ્રોજેક્ટમાં એક ઈમરજન્સી પુશ બટન રાખેલું છે કે જે દબાવવાથી યુઝરનું વાસ્તવિક લોકેશન નિર્ધારિત મોબાઈલ નંબર પર પહોચી જાય છે.

આ રીતે આ પ્રોજેક્ટ વુમન સેફટી અથવા બાળકોની સુરક્ષા માટે પણ ઘણો ઉપયોગી થઈ શકે છે. આ પ્રોજેકટ કમ્પ્યુટર એન્જીનીયરિંગ વિભાગના છઠ્ઠા સેમેસ્ટરમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઑ દ્રારા પ્રોફેસર પ્રકૃતિ પરમાર અને હેડ ઓફ ડિપાર્ટમેંટ પ્રોફેસર અમિત મારૂ ના માર્ગદર્શન હેઠળ ડેવેલોપ કરવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...