તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિશેષ:જ્ઞાનમંજરીના ભાવિ ઇજનેરોએ પોર્ટેબલ ઇ.સી.જી. બનાવ્યું

ભાવનગર14 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • એક જગ્યાએથી બીજે સરળતાથી અને ઓછા ખર્ચે લઇ જઇ શકાય તેવું ઇ.સી.જી. દર્દીઓ માટે આશીર્વાદરૂપ
 • ભવિષ્યમાં બ્લુટુથની મદદથી મોબાઈલમાં ECG રિઝલ્ટ્સ જોઈ શકાશે

હૃદયની કાર્યક્ષમતા જાણવા માટે ઈ.સી.જી. (ઇકો કાર્ડિયોગ્રાફી)નો ઉપયોગ થાય છે. આ રિપોર્ટ કરાવવા માટે દર્દીએ પોતે દવાખાને જવું પડે છે અને જો દર્દી પોતે દવાખાને જઈ શકે તેમ ન હોય તો તેનો ઈ.સી.જી. રિપોર્ટ કરાવવો મુશ્કેલ બને છે. તેમજ હાલ ઉપયોગમાં લેવાતા ઈ.સી.જી. મશીન ઘણા વજનદાર અને મોંઘા છે. આવા સમયે જો કોઈ એવું ડિવાઇસ હોય કે જે દર્દી જ્યાં છે તે સ્થળે સરળતાથી પહોંચાડી શકાય અને હૃદયનો રીપોર્ટ કાઢી શકાય તો એ દર્દી માટે આશીર્વાદ રૂપ સાબિત થઇ શકે.

આવું જ એક પોર્ટેબલ ઈ.સી.જી. મશીન જ્ઞાનમંજરી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજીના મિકેનીકલ શાખામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ કિરણ અચારી, અનન્થું નાયર, રાગીલ નાયર, ધર્મદીપ પંડ્યા અને નંદીશ ત્રિવેદી દ્વારા મિકેનીકલ ખાતાના વડા પ્રો. કૃણાલ ખીરૈયા અને પ્રો. જય ભટ્ટના માર્ગદર્શન હેઠળ તૈયાર કરવામાં આવેલ છે. આ વિદ્યાર્થીઓની આ ટિમ પોતાને ગર્વથી ટિમ સ્કોર્પિયોન કહીને ઓળખાવે છે. આ ઈ.સી.જી. મશીનને એક સ્થળેથી બીજા સ્થળે ખુબ જ સરળતાથી લઇ જઈ શકાય છે તદુપરાંત તે સામાન્ય માણસને પરવડે તેટલા ઓછા ખર્ચમાં ઉપલબ્ધ કરી શકાય છે.

આ ડિવાઇસ ખુબ જ ચોક્કસ રિઝલ્ટ આપે છે જેની પુષ્ટિ ભાવનગર મેડિકલ કોલેજના ડીપાર્ટમેન્ટ ઓફ ફીઝીયોલોજી ખાતાના વડા ડો. ચિન્મય શાહે કરી છે. તદુપરાંત આ મશીન 100% પોર્ટેબલ એટલે કે એક સ્થળેથી બીજા સ્થળે ખુબ જ ઓછી - માત્ર એક બેગ એટલી જગ્યા રોકે તે રીતે લઇ જય શકાય છે. ભવિષ્યમાં આ પોર્ટેબલ ઈ.સી.જી. મશીનમાં બ્લ્યુટુથની સગવડ ઉમેરવામાં આવશે જેનાથી મોબાઈલમાં પણ ઈ.સી.જી. રિઝલ્ટ્સ જોઈ શકાશે. વિદ્યાર્થીઓ દ્વારા સમાજને ઉપયોગી થાય એવા પ્રયાસોને સંસ્થાના આચાર્ય ડૉ. એચ. એમ નિમ્બાર્કે બિરદાવ્યા હતા.

ઇ.સી.જી. શું છે ?
માનવીના હૃદયની કાર્યક્ષમતા અને તેનું ફંક્શન બરાબર છે કે નહિ તે જાણવા માટે ઈ.સી.જી. (ઇકો કાર્ડિયોગ્રાફી) પદ્ધતિનો ઉપયોગ થાય છે. ECGની શોધ થઇ, ત્યારથી આજ સુધીમાં તેમાં ઘણા ફેરફારો થયા છે અને આજકાલ જે ECG યુનિટ વપરાય છે તે આપણે ICUમાં જોતા હોઈએ છીએ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો