શિક્ષણ:ડિપ્લોમા ઇજનેરીના પરિણામમાં જ્ઞાનમંજરી રાજ્યમાં બીજા ક્રમે

ભાવનગર22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોલેજમાં ડિપ્લોમા ઈલેક્ટ્રીકલ ડીપાર્ટમેન્ટનું 81.82 ટકા પરિણામ, ટી.એફ. ગાંધીધામ પોલિટેકનિક રાજ્યમાં પ્રથમ
  • આગામી સમયમાં ઇલે.ઇજનેરોની માંગ વધશે

રાજ્યમાં જી.ટી.યુ દ્વારા સેમેસ્ટર-3ની પરીક્ષા લેવામાં આવી હતી જેનું રિઝલ્ટ તાજેતરમાં જ જાહેર થતા ભાવનગરની જ્ઞાનમંજરી ડિપ્લોમાં ઈલેક્ટ્રીલ ડિપાર્ટમેન્ટ રાજ્યમાં બીજા ક્રમે રહીને ભાવનગરનું નામ શૈક્ષણિક ક્ષેત્રે રોશન કર્યું છે. આ કોલેજમાં વાળુકડ ગામના પરમાર સંજય સંસ્થામાં પ્રથમ નંબર મેળવેલ .તેમજ ત્યારબાદ અનુક્રમે બોરીચા નિખિલ ,પાઠક કૃપાલ, મકવાણા હાર્દિક, ચુડાસમા માધવ ખુબ ઉચા એસ.પી આઈ આધારે ઉતીર્ણ થઇ હતી. રાજ્યની વિવિધ કોલેજના ઈલેક્ટ્રીકલ ડિપાર્ટમેન્ટનું પરિણામમાં ટી.એફ. ગાંધીધામ પોલિટેકનિક 85.71% રિઝલ્ટ સાથે પ્રથમ રહી હતી.

બીજા ક્રમે ભાવનગરની જ્ઞાનમંજરી ડિપ્લોમાં કોલજ 81.82% સાથે બીજા ક્રમે રહી હતી. ત્રીજા ક્રમે જુનાગઢની ઓમ ઇન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજી 96.92% સાથે ત્રીજા ક્રમે રહી હતી ત્યારબાદ રાજકોટની દર્શન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી 66.67% રિઝલ્ટ સાથે ચોથા ક્રમે રહી છે. ભાવનગરની જ્ઞાનમંજરી ડિપ્લોમાં કોલજ રાજ્યમાં બીજા ક્રમે રહી સંસ્થાનું ગોરવ વધાર્યું છે જે બદલ સંસ્થાના એક્ઝીક્યુટીવ ડાયરેકટર ડૉ.એચ.એમ નિમ્બાર્ક થતા ઇલેક્ટ્રીકલ વિભાગના વડા પ્રો.અનીશ વોરાએ વિદ્યાર્થીઓ અને ફેકલ્ટીઝને પરિણામ હાંસલ કરવા બાબતે શુભેચ્છાઓ પાઠવી હતી.

પ્રો.મૃગેશ મકવાણાએ વધુ જણાવેલ કે વધતી જતી ઈલેક્ટ્રીસીટીની માંગને ધ્યાનમાં જોતા આવનારા દસકમાં સોલાર, વિન્ડ,અને પાવર ટ્રાન્સમિશન માટે ઇલેક્ટ્રિકલ ઇજનેરોની તાતી જરૂર રહેશે.દરેક બીજું વાહન ઇલેક્ટ્રિકલ હશે જેથી આવનારા સમયમાં ઇલેક્ટ્રિકલ એન્જીનિયરોની માંગ વધશે.

અન્ય સમાચારો પણ છે...