આયોજન:તળાજામાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા યોજાયો ગુરુવંદના કાર્યક્રમ

ભાવનગર2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ તળાજા દ્વારા પીપરલા મુકામે ગુરુ વંદના તથા પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ તળાજાનાં મુખ્ય પ્રતિનિધિઓની વરણીનો કાર્યક્રમ યોજાઈ ગયો.ગુરુવંદના કાર્યક્રમનાં મુખ્ય વક્તા આયુર્વેદાચાર્ય મહેન્દ્રસિંહજી સરવૈયા દ્વારા ગુરુ શિષ્યનાં સંબંધો વિશે અને સાથે-સાથે આયુર્વેદનાં સનાતન અને સદાકાળ પ્રસ્તુત સિદ્ધાંતોનાં સમજ પૂર્વકનાં આચાર દ્વારા શિક્ષણ અને આયુર્વેદને સાંકળીને જીવનમાં તન અને મનની સુખાકારીની વાત કરવામાં આવેલ.

રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ,તળાજા તાલુકામાં શિક્ષક હિતોનું હંમેશા રક્ષણ થઈ શકે તે હેતુથી તાલુકાનાં અધ્યક્ષની જવાબદારી કનુભાઈ ભટ્ટ,મંત્રી તરીકેની જવાબદારી માયાભાઈ ભમ્મર તથા સંગઠન મંત્રી તરીકેની જવાબદારી પંકજભાઈ રાઠોડને સોંપાઈ હતી.