મહુવા તાલુકાના ગુંદરણા - ભગુડા વચ્ચે આવેલ આતુભાઈ પાસુભાઈની વાડીમાં માલધારીના ઘેટા બકરા રાતવાસો કરતાં હતા તે દરમિયાન રાત્રે 11:30 કલાકે અચાનક માલધારીની જોકમા દીપડો ત્રાટકતા એક બકરીનું મારણ કર્યું મારણ કરીને દીપડો જતો રહ્યો હતો આથી માલધારીઓમાં ભયનો માહોલ ફેલાયો છે માલધારી રાહુલભાઈ જીતાભાઈ ઉલવાની બકરીનું મારણ કરતા માલધારીઓમાં ફફડાટ છવાઈ ગયો છે.
દીપડાએ બકરીનું મારણ કરતા માલધારી રાહુલભાઈ ફોરેસ્ટ વિભાગમાં જાણ કરી હતી અને ફોરેસ્ટ વિભાગના અધિકારીઓએ માલધારીની બકરીનું સ્થળ તપાસ કરીને સંતોષ માન્યો છે. આ વિસ્તારમાં જ પ્રસિદ્ધ મોગલ ધામ આવેલું છે તેથી તે બધા રસ્તાઓ માં રાત દિવસ યાત્રાળુઓ ચાલીને આવતા જતા હોય છે આથી આ દીપડો છેલ્લા ઘણા સમયથી તે વિસ્તારમાં ઘર કરીને રહે છે તેથી તે વિસ્તારના માલધારીઓએ અનેક વખત ફોરેસ્ટ વિભાગને રજૂઆત કરેલ છતાં કોઈ કાર્યવાહી કરેલ નથી આથી માલધારીઓમાં રોષની લાગણી જોવા મળે છે દિપડાના કારણે ખેતરમાં રહેતા ખેડૂતોમાં તથા પશુપાલન રાખતા માલધારીઓમાં ભય છવાયો છે અંદાજે દસ દિવસ પહેલાં જ રાહુલભાઈ માલધારીની એક બકરી નું મારણ કર્યું હતું ત્યારે ફોરેસ્ટ વિભાગ યે ખાલી તપાસ કરીને સંતોષ માન્યો હતો ત્યાં જ થોડાક દિવસોમાં આ બીજી બકરીનું મારણની ઘટના બની છે.
આ દીપડો કોઈ માનવી ઉપર હુમલો ન કરે તે પહેલા પકડી લેવો જરૂરી છે આજ વિસ્તારમાં 1 વર્ષ પહેલા કસાણ ગામ એ દીપડાના હુમલાથી એક બાળકનું મૃત્યુ થયું હતું આથી આવી કોઇ ઘટના ન બને કે પહેલા આ દિપડાને પાંજરે પુરવા જરૂરી છે આથી પશુપાલન રાખતા માલધારી સમાજમાં દિપડા ના કારણે રાત્રિની ઊંઘ ઉડી ગઈ છે માલધારીઓએ અને ખેડૂતોએ ફોરેસ્ટ વિભાગને અનેક વખત રજુઆત કરી છે છતાં ફોરેસ્ટ વિભાગના ધ્યાન બહાર છે દીપડાનું જરૂરી લોકેશન શોધી ને પકડવો જરૂરી છે. ખેતરમાં રહેતા ખેડૂતો અને પશુપાલન લગતા માલધારીઓની માંગ છે કે આ દીપડો વહેલી તકે પાંજરે પુરાય તેવી માંગ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.