તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્ણય:ગુજકેટના આવેદનપત્રો 14 જુલાઇ સુધી ભરી શકાશે

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ગુજરાત સરકારના શિક્ષણ વિભાગના નિર્ણય મુજબ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ડિગ્રી ઇજનેરી અને ડિગ્રી/ડિપ્લોમા ફાર્મસીમાં પ્રવેશ મેળવવા ઇચ્છુક એ, બી અને એબી ગ્રુપના ધો.12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે ગુજરાત કોમન એન્ટ્રેન્સ ટેસ્ટ ટેસ્ટ (ગુજકેટ)ની પરીક્ષા માટે આવેદનપત્રો ભરવાની અંતિમ તા.30 જૂન હતી તે લંબાવીને તા.4 જુલાઇ કરવામાં આવ્યા બાદ હવે બીજી વખત ફોર્મ ભરવાની તારીખ લંબાવાને અંતિમ તા.14 જુલાઇ કરવામાં આવી છે.

ગુજકેટની પરીક્ષા માટેની માહિતી પુસ્તિકા અને ઓનલાઇન આવેદનપત્રો ભરવાની સૂચનાઓ બોર્ડની વેબસાઇટ www.gseb.org પર મુકવામાં આવી છે.ગુજકેટની પરીક્ષાના આવેદનપત્ર વેબસાઇટ www.gseb.org તથા gujcet.gseb.org પરથી 4 જુલાઇ સુધી ભરવાની જાહેરાત અગાઉ કરવામાં આવી હતી. હવે તેની મુદ્દત વધારીને 14 જુલાઇ કરવામાં આવી છે. ગુજકેટ પરીક્ષાની ફી રૂા.300 એસબીઆઇ ઇ-પે સિસ્ટમ મારફત ઓનલાઇન ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, નેટ બેન્કિંગ દ્વારા અથવા તો એસબીઆઇ ઇ-પેના એસબીઆઇ બ્રાન્ચ પેમેન્ટના ઓપ્શનથી દેશની કોઇ પણ એસબીઆઇ શાખામાં ભરી શકાશે. તેમ ડીઈઓ કચેરીના રાજુભાઈ ભટ્ટે જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...