સન્માન:ગુજરાતી ભાષાના કવિ વિનોદ જોશીને નર્મદ ચંદ્રક એનાયત થશે

ભાવનગર12 દિવસ પહેલા
  • કૉપી લિંક

વિદ્યાગુરુ ફાઉન્ડેશન દ્વારા ગુજરાતી ભાષાના પ્રતિષ્ઠિત કવિ વિનોદ જોશીને પૂ. મોરારિબાપુના હસ્તે વર્ષ 2021નું દર્શક સાહિત્ય સન્માન સાવરકુંડલા ખાતે તારીખ 11 ના અર્પણ થનાર છે તેની પૂર્વ સંધ્યાએ સુરતની પ્રતિષ્ઠિત સાહિત્ય સંસ્થા નર્મદ સાહિત્ય સભાએ વિનોદ જોશીને એમનાં વિખ્યાત પ્રબંધકાવ્ય 'સૈરન્ધ્રી' માટે નર્મદ ચંદ્રક આપવાનું જાહેર કર્યું છે.

વર્ષ 1940થી નિયમિત રીતે અપાતો આ ચંદ્રક ગુજરાતી સાહિત્યનું અગ્રિમ ગણાતું બહુમાન છે. વિનોદ જોશીના આ પ્રબંધ કાવ્યના કવિએ સ્વયં કરેલા હિન્દી અનુવાદને આધારે તેના ઓડિયા, તેલુગુ, મૈથિલી, બંગાળી, અંગ્રેજી વગેરે ભાષાઓમાં અનુવાદ થઈ રહ્યા છે. આ કાવ્યના નૃત્યનાટ્ય રૂપાંતરો પણ દેશ વિદેશમાં ભજવાયાં છે.

અન્ય સમાચારો પણ છે...