એજ્યુકેશન:ગુજરાત બોર્ડ દ્વારા ગુજકેટની આન્સર કી જાહેર કરાઈ

ભાવનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • પ્રશ્ન દીઠ અલગ અલગ રજૂઆત કરવાની રહેશે
  • આન્સર કી સામે કોઇ પ્રશ્ન હોય તો 1લી સપ્ટેમ્બર સુધી ઓનલાઇન રજૂઆત કરવી

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગત તા. 24 ઓગસ્ટના રોજ લેવાયેલી ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ એટલે કે ગુજકેટની ગણિત, ભૌતિક વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન અને જીવ વિજ્ઞાનના પ્રશ્નપત્રના સેટની પ્રોવિઝનલ આંસર કી બોર્ડની વેબસાઇટ www.gseb.org પર મૂકવામાં આવી છે.

આ આન્સર કી અંગે કોઇ રજૂઆત હોય તો બોર્ડની વેબસાઈટ ઉપર મુકેલ નિયત નમૂનામાં વિષયવાર અને મધ્યમ વાર પ્રશ્ન દીઠ અલગ અલગ રજૂઆત email id : gsebsciencekey2020@gmail.com ઉપર તારીખ 1 સપ્ટેમ્બરને સાંજે પાંચ વાગ્યા સુધીમાં કરવાની રહેશે. ત્યારબાદની કોઈ પણ રજુઆત ધ્યાને લેવામાં આવશે નહીં. આ રજૂઆત ફક્ત ઇ મેઈલ મારફત સ્વીકારવામાં આવશે. જેની પ્રશ્ન દીઠ નિયત ફી રૂપિયા 500 ચલણથી ભરવાની રહેશે.

ચલણનો નમૂનો બોર્ડની વેબસાઇટ પર મૂકવામાં આવ્યો છે. રજૂઆત સાથે ચલણની નકલ email મારફત અવશ્ય મોકલવાની રહેશે. જે પ્રશ્નોની રજૂઆત સાચી ઠરશે તે પ્રશ્નની ભરેલી ફી ઉમેદવારને પરત કરવામાં આવશે તેમ ગુજરાત બોર્ડના નાયબ નિયામક જે.જી. પંડ્યાએ જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...