તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એજ્યુકેશન:GTUનાં છાત્રોને આવડતથી કંપનીઓમાં જોબ અપાશે

ભાવનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વિદ્યાર્થીઓના પ્લેસમેન્ટની પ્રવૃત્તિને વેગ મળશે
  • ડિગ્રી ઇજનેરીના વિદ્યાર્થીઓને સાયબર સિક્યોરિટી સહિતના વિષયો ભણાવાશે

એન્જિનિયરિંગનાં વિદ્યાર્થીઓમાં સ્કિલ ડેવલપમેન્ટ, કોર્પોરેટ કલ્ચર અને કોમ્યુનિકેશન સ્કિલના ગુણો વિકસીત થાય તેવા આશય સાથે જીટીયુ સંચાલિત ગ્રેજ્યુએટ સ્કૂલ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી દ્વારા તાજેતરમાં ટોપ્સ ટેકનોલોજીસ પ્રાઇવેટ લિમિટેડ સાથે સ્કિલ ડેવલપમેન્ટ સંદર્ભે એમઓયુ કરાયા છે. અંગે જીટીયુનાં કુલપતિ પ્રો. ડૉ. નવીન શેઠે જણાવ્યું કે, આ એમઓયુ થકી વિદ્યાર્થીના વિકાસ સાથે સંકળાયેલી ટેક્નિકલ અને નોન-ટેક્નિકલ બાબતો, કૉમ્યુનિકેશન સ્કીલ અને પ્રિ-પ્લેસમેન્ટ જેવી કુશળતા વિકસાવવામાં મદદરૂપ થશે.

વધુમાં જીટીયુ જીસેટના ડાયરેક્ટર પ્રો. ડૉ. એસ. ડી. પંચાલે જણાવ્યું કે, ટોપ્સ ટેક્નોલોજી સાથે કરાયેલ આ એમઓયુથી સાયબર સિક્યોરિટી, મોબાઇલ કૉમ્યુનિકેશન, નેટવર્ક ટેક્નોલોજી અને ડેટા સાયન્સના ક્ષેત્રમાં ઈન્ડસ્ટ્રીઝની જરૂરીયાતને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓ માટે વિકાસલક્ષી પ્રવૃત્તિ કરવામાં આવશે. જેનાથી વિદ્યાર્થીઓમાં સ્કિલ ડેવલપમેન્ટ, કોર્પોરેટ કલ્ચર અને કૉમ્યુનિકેશન સ્કિલના ગુણો વિકસીત થશે. આ ઉપરાંત દરેક વિદ્યાર્થીને આવડતના ધોરણે 3 જુદી-જુદી કંપનીઓમાં ઇન્ટરવ્યૂ અને રોજગારની તક આપવામાં આવશે. જેનાથી વિદ્યાર્થીઓના પ્લેસમેન્ટની પ્રવૃત્તિ વેગ મળશે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

    વધુ વાંચો