તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિર્ણય:GTU દ્વારા 16 એપ્રિલથી લેવાનારી પરીક્ષાઓ મોકૂફ

ભાવનગર10 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • હવે પછી પરીક્ષાઓ ઓનલાઇન પદ્ધતિએ લેવાશે
 • કોરોનાનું સંક્રમણ વધી જતા GTU દ્વારા લેવાયેલો નિર્ણય, નવી તારીખ હવે પછી જાહેર કરાશે

સમગ્ર ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ બેકાબૂ થતા ગુજરાત ટેકનોલોજીકલ યુનિ. દ્વારા આ માસમાં 16મીથી લેવાનારી જુદી જુદી ફેકલ્ટીની પરીક્ષાઓ મોકૂફ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ પરીક્ષાઓનીસ તારીખ હવે પછી જાહેર કરવામાં આવશે તેમ યુનિ.ના રજિસ્ટ્રારે જણાવ્યું છે. હવે લેવાનારી વિન્ટર-2020ની પરીક્ષા ઓનલાઇન-એમસીક્યુ પદ્ધતિએ લવામાં આવશે.

ઓનલાઇન મલ્ટીપલ ચોઇસ ક્વેશ્ચન(એમસીક્યુ) પરીક્ષા અંગેનું વિગતવાર ટાઇમટેબલ જીટીયુની વેબસાઇટ પર હવે પછી જાહેર કરવામાં આવશે. આ ઓનલાઇન પરીક્ષા માટે વિદ્યાર્થીઓએ પ્રથમ પ્રિ-ચેક ટ્રાયલ આપી તેમાં સફળતા મેળવવી પડશે. ઓનલાઇન એમસીક્યુ પરીક્ષા માટે વિદ્યાર્થીઓ માટે આ ટ્રાયલ ટેસ્ટ પાસ કરવી ફરજિયાત રહેશે. પ્રિ-ચેક ટ્રાયલ ટેસ્ટનું સમયપત્રક પણ જીટીયુની વેબસાઇટ પર જાહેર કરવામાં આવશે. ઓફલાઇન પરીક્ષા માત્ર એવા વિદ્યાર્થીઓ માટે જ યોજાશે જેઓ પ્રિ-ચેક ટ્રાયલ ટેસ્ટમાં કોઇ ટેકનિકલ કારણોસર ઉપસ્થિત ન રહી શક્યા હોય.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો