તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આયોજન:GTU પરીક્ષામાં પેપર કો-ઓર્ડિનેટરની ફિંગરપ્રિન્ટથી અડધો કલાક પૂર્વે જ ખુલશે

ભાવનગર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ભાવનગરના 1200 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
 • સૌ પ્રથમ વખત કેન્દ્રો ખાતે જ તમામ વિદ્યાર્થીના પેપર પ્રિન્ટ કરવામાં આવશે

જીટીયુની 10 જાન્યુઆરીથી શરૂ થતી પરીક્ષામાં કોઇપણ રીતે પેપર લીક ન થાય તે માટે જીટીયુ પૂરતી તકેદારી રાખશે. ઓફલાઇન પદ્ધતિએ પરીક્ષા લેવાશે અને તેમાં ભાવનગરની ઇજનેરી કોલેજો સહિતના કુલ સાડા ચાર લાખ જેટલા વિદ્યાર્થીઓ નોંધાયા છે. પરીક્ષા કેન્દ્ર પર જીટીયુના પ્રતિનિધિ- સ્થળ કો-ઓર્ડિનેટરની ફિંગરપ્રિન્ટ અને પાસવર્ડથી જ પ્રશ્ન પેપર ખુલશે, પરીક્ષા કેન્દ્ર પર જ પેપરની પ્રિન્ટ કરીને વિદ્યાર્થીને અપાશે. આ સિસ્ટમના અમલીકરણથી પેપર લિંક થવાની શક્યતા નહીવત્ રહેશે. ભાવનગરની શાંતિલાલ શાહ ઇજનેરી કોલેજ, સરકારી ઇજનેરી કોલેજ અને જ્ઞાનમંજરી ઇજનેરી કોલેજના સેમેસ્ટર 3,5 અને 7ના અંદાજિત 1200 જેટલા ભાવિ ઇજેનેરો આ પરીક્ષા આપશે.

કોઈ વિદ્યાર્થીને અન્યાય ન થાય તે માટે જીટીયુએ આ સિસ્ટમ આઉટસોર્સ કરી છે. આ વર્ષે તમામ કેન્દ્રો પર આ રીતે જ પેપર પહોંચાડાશે. આ પહેલાં દરેક કેન્દ્ર પર જીટીયુ દ્વારા હાર્ડકોપી મોકલાતી હતી તેમ આ પદ્ધતિ અંગે માહિતી આપતા માહિતી આપતા શાંતિલાલ શાહ ઇજનેરી કોલેજના પ્રિ.મંગળભાઇ ભટ્ટે જણાવ્યું હતુ. પરીક્ષા પહેલાં સાક્ષીઓની હાજરીમાં પેપર ખોલાતું હતું. જો કે, તેમાં પણ ગેરરીતિની ફરિયાદો થતી હતી. જેથી જીટીયુએ સંપૂર્ણપણે ઓનલાઇન વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે. જેથી પેપર પહોંચાડવાનો અને સિક્યુરિટીનો પણ ખર્ચ ઘટશે. આ સિસ્ટમ એક ઇનસ્ક્રિપ્ટેડ ચેનલ મારફતે કોલેજ સુધી પેપર પહોંચશે. પરીક્ષા સ્થળ સંચાલક અને જીટીયુના પ્રતિનિધિના ફિંગરપ્રિન્ટ અને પાસવર્ડથી પેપર ખુલશે. ત્યારબાદ તેને સ્થળ પર જ પ્રિન્ટ કરવામાં આવશે. એનિયરિંગના પેપર એક અથવા બે જ પેજના હોવાથી તમામ વિદ્યાર્થીઓના પેપર 30 મિનિટમાં પ્રિન્ટ થઇ જશે તેમ જીટીયુના રજિસ્ટ્રાર કે.એન.ખેરે જણાવ્યું હતુ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો