તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નવા કાયદા:GSTR-3B બે મહિના ફાઇલ નહીં કર્યુ હોય તો GSTR-1 શક્ય નહીં !

ભાવનગર14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બોગસ બિલિંગની પ્રવૃત્તિ પર લગામ લગાવવા માટે નવા કાયદા

બોગસ બિલિંગની ગેરરીતિઓ પર કાબૂ મેળવવા માટે સરકાર દ્વારા પ્રવર્તમાન નિયમોમાં તબદીલી લાવવામા આવી છે, અને નવી જોગવાઇ મુજબ અગાઉના બે મહિનાના GSTR-3B રીટર્ન ફાઇલ કરવામાં નહીં આવ્યા હોય તો GSTR-1 ફાઇલ નહીં કરવા દેવામાં આવે, અને તેનો અમલ શરૂ થઇ ચૂક્યો છે.નોટિફિકેશન નંબર 1/2021 દ્વારા નિયમ -59 (6) દાખલ કરવામાં આવ્યો છે, અને આ નિયમ એવા કિસ્સાઓમાં GSTR-1 દાખલ કરવામાં પ્રતિબંધ લાદવાની જોગવાઈ કરે છે જ્યાં GSTR-3B અગાઉના બે માસિક કર-અવધિ માટે ન હોય.

અગાઉના ત્રિમાસિક ટેક્સ સમયગાળા માટે માસિક ફાઇલર્સ અથવા GSTR-3B દ્વારા ફાઇલ કરાયેલ ત્રિમાસિક ફાઇલરો દ્વારા ફાઇલ કરવામાં આવતી નથી.બોગસ બિલિંગના કિસ્સાઓમાં ષડયંત્રકારો દ્વારા રજીસ્ટ્રેશનના પ્રથમ બે મહિનામાં કરોડો રૂપિયાના ખોટા વ્યવહારો થકી ખોટી વેરાશાખ પાસ કરવામાં આવતી હતી અને તેનું ત્રિમાસીક રિટર્ન ફાઇલ કરવાનો સમય આવે તે પહેલા પેઢીના પાટીયા ઉતારી લેવમાં આવતા અને સ્થળ પણ બદલાઇ જતા હતા, તેના કારણે બાદમાં તપાસ કરવા આવતા અધિકારીઓને પણ કાંઇ હાથ લાગતુ ન હતુ.

આવી ફરિયાદો વ્યાપક બની હતી. વર્ષ-2020-21ના GSTR-1માં જો કોઇ ભૂલ રહી ગઇ હોય, કોઇ બિલ નાંખવાનું રહી ગયુ હોય, કોઇ પાર્ટીના જીએસટી નંબરમાં ભૂલચૂક હોય તો તેવા કિસ્સામાં ભૂલ સુધારણા માટે સપ્ટેમ્બર-2021ના રીટર્નમાં સુધારો કરી લેવાની મહેતલ આપવામં આવી છે, અને ત્યારબાદ જે પાર્ટીઓએ GSTR-1માં સુધારા કર્યા નહીં હોય તેની સામેવાળી પેઢીઓને વેરાશાખ મળશે નહીં.

અન્ય સમાચારો પણ છે...