તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દરોડા:ભાવનગરના કુંભારવાડામાં GSTની ટીમ ત્રાટકી, માલિકોને કાર્યવાહીની ગંધ આવી જતા એકમો બંધ કરી ગાયબ થયા

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બંધ એકમોને નોટિસ ફટકારવામા આવી

ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં આવેલ વીઆઈપી ઈન્ડસ્ટ્રીઝ એરીયામા સુરતથી પાંચ થી વધુ જીએસટી તથા વેટ વિભાગની ટીમોએ દરોડા પાડ્યાં હતાં પરંતુ એકાદ-બે કર ચોરો સિવાય અન્ય મોટી માછલીઓ ને અગાઉ થી જાણ થઈ જતાં પોતાની પેઢીઓને તાળાં મારી રફૂ ચક્કર થઈ ગયા હતા.

GST વિભાગ દ્વારા ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં આવેલ વીઆઈપી ઈન્ડસ્ટ્રીયલ એરિયામાં જ કામગીરી હાથ ધરવામાં આવી હતી જે અંતર્ગત આજરોજ વહેલી સવારે સુરત થી GST ની પાંચ થી વધુ ટીમોનો કાફલો વીઆઈપી ઈન્ડસ્ટ્રીયલ એરિયા સ્થિત વિકટરના ડેલા તરીકે ઓળખાતાં વિસ્તારમાં પહોંચી હતી, જેમાં ત્રણેક પેઢીઓના સંચાલકો મળી આવતાં તેઓ વિરુદ્ધ કામગીરી આરંભી હતી પરંતુ બાકીના આસામીઓ ને જાણે આ કાર્યવાહીની જાણ હોય થઈ જતા પેઢીઓ ખોલી જ ન હતી, સ્ટેટ ટેક્સ વિભાગ દ્વારા જે બંધ એકમો હતા ત્યાં નોટિસ ફટકારવામાં આવી હતી પરંતુ ઝપટે ચડેલ પેઢી ધારકો ના વ્યવસાયી દસ્તાવેજો તપાસવા સહિતની કામગીરી હાથ ધરતા કરચોરોમાં ફફડાટ ફેલાયો હતો.

અન્ય સમાચારો પણ છે...