તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તપાસ:ભાવનગરની 4250 પેઢીઓના GST રજીસ્ટ્રેશન શંકાના પરિઘમાં ગરકાવ

ભાવનગર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રજીસ્ટ્રેશનની 60% પેઢીઓને તંત્ર હવે બોગસ માને છે
  • ટેટ જીએસટી ખાતે ચાલી રહેલી કાર્યવાહીમાં વધુ પેઢીઓ ઝપટે ચડશે : DGGI અને CGSTની પણ નજર
  • તાજેતરમાં 229 પેઢીઓમાંથી 2750 કરોડની ગેરરીતિ સપાટી પર આવી હતી, વધુ કાર્યવાહીના એંધાણ

ભારતમાં ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી)નું અમલીકરણ 1લી જુલાઇ, 2017થી કરવામાં આવ્યુ હતુ, અને ત્યારથી લઇ અત્યારસુધી જીએસટી અધિકારીઓના મેળાપીપણા સાથે સરકારી તિજોરીને નુકસાન પહોંચાડનાર કરવેરાની ચોરીના કૌભાંડનું એપિસેન્ટર ભાવનગર બનેલુ હતુ, મોડે મોડે ઉચ્ચકક્ષાના તંત્ર દ્વારા આદરવામાં આવેલી સાફસફાઇ અંતર્ગત ભાવનગરની 4250 પેઢીઓના જીએસટી રજીસ્ટ્રેશન શંકાના પરિઘમાં આવ્યા છે, અને ટુંક સમયમાં તેના પર કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

અમદાવાદ સ્થિત ચિફ કમિશનર કચેરીના વર્તુળોના જણાવ્યા અનુસાર ડેટા પ્રોસેસિંગની કામગીરી કરવામાં આવી રહી છે, અને તેમાંથી સૌથી વધુ ભાવનગરમાંથી જ જીએસટી ચોરી માટેની પેઢીઓના રજીસ્ટ્રેશન કરાવવામાં આવ્યા હોવાનું ધ્યાને આવ્યુ છે. કચેરીના સૂત્રોના જણાવ્યા પ્રમાણે 4250 પેઢીઓના આર્થિક વ્યવહારોમાં અનિયમીતતા અને શંકાઓ ઉદ્ભભવી છે, અને આ તમામની સ્થળ ચકાસણી તબક્કાવાર હાથ ધરવામાં આવશે, અને ત્યારબાદ રજીસ્ટ્રેશન રદ્દ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે.

ઓગસ્ટ માસના અંતિમ સપ્તાહમાં સ્ટેટ જીએસટીની સ્થાનિક ટુકડીઓ અને અમદાવાદ-સુરતના ઇન્સપેક્ટરોની બનેલી જુદી જુદી ટીમો દ્વારા 229 બોગસ પેઢીઓ શોધી કાઢી અને 2750 કરોડના બોગસ બિલિંગનો પર્દાફાશ કર્યો હતો જેમાં 490 કરોડના વેરા સંડોવાયેલા છે. પ્રથમ તબક્કામાં તંત્રને મળેલી સફળતા બાદ વધુ પેઢીઓના રજીસ્ટ્રેશનના ડેટા, આર્થિક વ્યવહારો, ઇ-વે બિલ સહિતની બાબતોની ચકાસણીઓ હાથ ધરવામાં આવી રહી છે.

બીજી તરફ ડાયરેક્ટોરેટ ઓફ જીએસટી ઇન્ટેલિજન્સ (ડીજીજીઆઇ) અને સીજીએસટી પણ ભાવનગરમાં કાંઇક કરવાની ફિરાકમાં છે, અને તેઓના ઇન્ટેલિજન્સ અને પ્રીવેન્ટિવ અધિકારીઓ ભાવનગરમાં સતત ફિલ્ડ વર્ક કરી રહ્યા છે. જો કે, ગત જુલાઇ મહિનાથી સ્ટેટ જીએસટીએ ભાવનગરમાં કરેલી કાર્યવાહી બાદ બોગસ બિલિંગ, ખોટી વેરાશાખ લેવી, ખોટા ઇ-વે બિલ સહિતની ગેરરીતિઓમાં ઓટ આવી છે, અને ટ્રાન્સપોર્ટેશન માટે પણ વેપારીઓ તમામ કાગળીયાની બારીકાઇથી ચકાસણી કરી રહ્યા છે.

સ્ટેટ જીએસટી દ્વારા જીએસટી રજીસ્ટ્રેશન કરાવેલી પેઢીઓના પૃથ્થકરણ કરવામાં આવી રહ્યા છે, અને ભાવનગરમાં નોંધાયેલી કુલ પેઢીઓ પૈકી 60 ટકા પેઢીઓ બોગસ હોવાનો પ્રાથમિક અંદાજ છે.

અધિકારીઓએ જ મોટા કર્યા, હવે રોડે ચડ્યા
જીએસટી કાયદો ભારતમાં નવો હતો, તેની સમજ કાયદાના નિષ્ણાંતોને પણ ઓછા પ્રમાણમાં હતી, પરંતુ તેના અમલીકરણ વિષે જીએસટીના અધિકારીઓ, કર્મચારીઓને વિશિષ્ટ તાલીમ આપવામાં આવી હતી. આ તાલીમનો ઉપયોગ સરકારી કરવેરા વધારવાને બદલે કાયદામાં રહેલા છીંડાઓને કૌભાંડીઓ સુધી લઇ જઇ, મેળાપીપણું રચી અને ચાર વર્ષ સુધી કરોડો રૂપિયાના કાૈભાંડ કરવામાં આવ્યા હતા. જે અધિકારીઓએ કૌભાંડીઓને આંગળી પકડી ખોટાકામ કરતા શિખવ્યુ તે લોકો જ હવે કૌભાંડીઓને પકડવા માટે રોડે ચડ્યા હોવાની પણ ચર્ચાઓ થઇ રહી છે.

અન્ય સમાચારો પણ છે...