કામગીરી:બોગસ બિલિંગનું એન્કાઉન્ટર કરવા GSTની તૈયારીઓ શરૂ

ભાવનગર18 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • SGST-CGST તંત્ર દ્વારા બ્રિજ સિસ્ટમથી કામગીરી
  • પડોશી રાજ્યના રજીસ્ટ્રેશનનું કોમ્પ્યુટરથી ટ્રેકિંગ કરાશે

ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) સાથેની ગેરરીતિઓની બાબતમાં ભાવનગરમાંથી વધુ પ્રમાણમાં કરચોરીઓ થતી હોવાની બાબત સતત સપાટી પર આવી રહી હોવાથી સ્ટેટ જીએસટી અને સીજીએસટી બંને બોગસ નંબરો શોધવા અને તેને નાબૂદ કરવાની કવાયતમાં લાગી ગયા છે.

સ્ટેટ જીએસટી અને સીજીએસટીના કાર્યક્ષેત્ર અલગ અલગ હોય છે, અને જીએસટીના નવા રજીસ્ટ્રેશન નંબર રેન્ડમલી બે પૈકી એક સરકારી વિભાગ સમક્ષ નોંધણી માટે કોમ્પ્યુટર દ્વારા મોકલવામાં આવે છે. જીએસટીની ચોરીમાં મુખ્યત્વે બોગસ પેઢીઓના રજીસ્ટ્રેશન જ માથાનો દુ:ખાવો છે, અને તેને શોધી કાઢી અને નંંબર નાબૂદ કરવાની કસરત લાંબી છે.

સ્ટેટ જીએસટી અને સીજીએસટી દ્વારા આવા બોગસ નંબરો શોધી કાઢવા માટે એક-બીજાનો સહકાર લઇ રહ્યા છે. ખોટી વેરાશાખ કઇ રીતે મેળવવામાં આવી રહી છે, અને તેની ચેનલ ક્યા પ્રકારે કામ કરી રહી છે, તેના માટે પણ જીએસટીના બંને ફીરકાઓ દ્વારા કવાયત હાથ ધરી છે.

મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના જીએસટી વિભાગો દ્વારા પણ ભાવનગર સંબંધિત જીએસટી રજીસ્ટ્રેશનોને શંકાની નજરે જોવામાં આવી રહ્યા છે. ભાવનગરના ભેજાબાજોએ મોટી સંખ્યામાં પડોશી રાજ્યના જીએસટી વિભાગો સમક્ષ રજીસ્ટ્રેશન કરાવ્યા છે, અને તેનું સંચાલન ભાવનગરથી કરવામાં આવી રહ્યું છે. આ તમામનું ટ્રેકિંગ કરવા માટે કોમ્પ્યુટરાઇઝ્ડ રીતે મદદ લેવામાં આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...