કાર્યવાહી:GST ઇન્ટેલિજન્સ અને SGST ખોળે છે ભાવનગરના ડેટા

ભાવનગર14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બોગસ બિલીંગ પ્રકરણે ધરપકડ કરાયેલા 13 લોકો પાસેથી મળેલી સ્ફોટક માહિતીઓથી
  • ​​​​​​​કોમ્પ્યુટર ડેટા પૃથ્થકરણ અને અન્ય સ્ત્રોતોને લાગુ કરાયા

ભાવનગરમાંથી બોગસ બિલિંગ અને ખોટી વેરાશાખ જેવી પ્રવૃત્તિઓને કોઇપણ ભોગે ડામી દેવા માટે દિહ્હીથી આદેશો છૂટ્યા બાદ છેલ્લા ત્રણ માસથી ભાવનગરમાં સતત કાર્યવાહીઓ કરવામાં આવી રહી છે. જીએસટીની ઇન્ટેલિજન્સ વિંગ અને સ્ટેટ જીએસટીની ટુકડીઓ દ્વારા કોમ્પ્યુટર ડેટાનું પૃથ્થકરણ કરવામાં આવી રહ્યું છે અને અન્ય સ્ત્રોતોને પણ કામે લગાડવામાં આવ્યા છે.\nજુલાઇ માસથી ભાવનગર પર ડાયરેક્ટોરેટ જનરલ ઓફ જીએસટી ઇન્ટેલિજન્સ (ડીજીજીઆઇ), સ્ટેટ જીએસટી, સેન્ટ્રલ જીએસટી એમ ત્રણેય વિભાગો દ્વારા ગેરરીતિઓ ડામી દેવા માટે કાર્યવાહીઓ કરવામાં આવી રહી છે.

અને ગેરરીતિઓ ડામવા માટેની શરૂઆત તેઓએ પોતાના ઘરથી શરૂ કરી છે, અને સમગ્ર સ્ટાફની બદલીઓ કરવામાં આવી હતી.જુલાઇથી અત્યાર સુધીમાં જે 13 લોકોની ધરપકડ કરવામાં આવેલી છે તેઓની પુછપરછ, દરોડા દરમિયાન મળેલા સાહિત્ય, રીમાન્ડ દરમિયાનની કબૂલાતના આધારે સ્ટેટ જીએસટી અને કેન્દ્ર જીએસટી દ્વારા કોમ્પ્યુટરના ડેટાનું પૃથ્થકરણ કરવામાં આવી રહ્યું છે.

જીએસટી સંબંધિત ગેરરીતિઓ ડામી દેવા માટે મુખ્ય ભેજાબાજો સુધી પહોંચવામાં અત્યારસુધી સફળ થયુ નથી, પરંતુ હવે ઇન્ટેલિજન્સ અને એસજીએસટીએ સંયુક્ત રીતે આવા લોકોની ધરપકડ કરવા માટે ઠેરઠેર બાતમીદારોને કામે લગાડ્યા છે

DGGI અને SGSTનું મિલન, સાંકેતીક છે
ભાવનગરમાં જીએસટી અંગેની ગેરરીતિઓ વ્યાપક બની રહી હતી. જ્યારે જ્યારે બહારથી અધિકારીઓ દરોડા પાડવા માટે આવતા હતા ત્યારે તેઓના ભાગે ભાગ્યે જ સફળતા આવતી હતી, બાદમાં પોતાના સ્ટાફની સાફસફાઇ કરાઇ અને સફળતાઓ મળવા લાગી. દેશમાંં જ્યાં જ્યાં બોગસ બિલિંગ, ખોટી વેરાશાખ અંગેની ગેરરીતિઓ પકડાય છે ત્યારે તેના કનેકશન ભાવનગરમાં જ નિકળે છે, તેથી દિલ્હીથી આદેશો છૂટ્યા અને ડીજીજીઆઇ અને સ્ટેટ જીએસટીએ સંયુક્ત રીતે કામગીરી કરી છે.

અન્ય સમાચારો પણ છે...