શૈક્ષણિક:6 નવેમ્બરે 11 સેન્ટર ખાતે લેવાશે જીસેટ

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસ્વીર - Divya Bhaskar
ફાઈલ તસ્વીર
  • gujaratset.ac.in પર 28 સપ્ટેમ્બર સુધીમાં નામ રજિસ્ટ્રેશન થશે, 25 વિષયમાં આ કસોટી લેવાશે

આસિસ્ટન્ટ પ્રોફેસર અને લેક્ચરશિપ માટેની ગુજરાત સ્ટેટ એલિજિબિલિટી ટેસ્ટ-2022 માટે 29 ઓગસ્ટથી રજિસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે. ઉમેદવારો ઓફિશિયલ વેબસાઇટ gujaratset.ac.in પરથી 28 સપ્ટેમ્બર સુધીમાં રજિસ્ટ્રેશન કરાવી શકશે. ગુજરાત સ્ટેટ એલિજિબિલિટી ટેસ્ટ 6 નવેમ્બરે લેવાશે. કુલ 25 વિષયમાં આ કસોટી લેવામાં આવશે.

ભાવનગરની સાથે અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, પાટણ, વલ્લભ વિદ્યાનગર, ગોધરા, જૂનાગઢ, વલસાડ, ભુજ મળીને 11 સેન્ટર પર જીસેટ લેવાશે. પરીક્ષાનો સમયગાળો 3 કલાકનો રહેશે. ગુજરાત સ્ટેટ એલિજિબિલિટી ટેસ્ટ માટે ઉમેદવારોએ જનરલ, ઇડબ્લ્યુએસ, એસઈબીસી ઉમેદવારોએ રૂ.900, એસસી, એસટી ઉમેદવારોએ રૂ. 700, પીડબ્લ્યુડી ઉમેદવારોએ રૂ.100 ફી ભરવાની રહેશે. ફી ઓનલાઇન મોડમાં ભરવાની રહેશે.

રજિસ્ટ્રેશન માટે ઉમેદવારે સૌપ્રથમ gujaratset.ac.in પર એપ્લિકેશન લિંક પર જઈને ફોર્મ ભરવાનું રહેશે. ઉમેદવારે ફક્ત એક જ અરજી સબમિટ કરવાની છે. જી-સેટની કસોટી માટે એક કરતા વધુ અરજી એટલે કે ઉમેદવાર દ્વારા સબમિટ કરેલા એક થી વધુ એપ્લિકેશન ફોર્મ સ્વીકારવામાં આવશે નહીં.

જી-સેટમાં પેપરની પદ્ધતિ
પેપર-1માં કુલ 100 ગુણ હશે અને તેમાં 50 ફરજિયાત બહુવૈકલ્પિક પ્રશ્નો (MCQ) આ માટે 1 કલાક આપવામાં આવશે. સવારે 9.30થી સવારના 10.30 દરમિયાન પેપર-1 લેવાશે. પેપર-2 માં કુલ 200 ગુણ હશે અને તેમાં 100 ફરજિયાત બહુવૈકલ્પિક પ્રશ્નો (MCQ) આ માટે 2 કલાક આપવામાં આવશે. સવારે 10.30થી બપોરના 12.30 દરમિયાન પેપર-2 લેવાશે. બન્ને પેપર માટે 3 કલાક રહેશે. ગુજરાતી, અંગ્રેજી, હિન્દી અને સંસ્કૃત માધ્યમમાં જી-સેટની પરીક્ષા લેવાનું આયોજન કરવામાં આવ્યું છે.

બન્ને પેપરના હેતુ અને તેના સ્વરૂપ
પેપર -1 માં 50 ફરજિયાત બહુવૈકલ્પિક પ્રશ્નો (MCQ) પૂછાશે. દરેક પ્રશ્ન 2 ગુણનો રહેશે. પેપર - 1 સામાન્ય સ્વરૂપનું હોય છે જેનો મુખ્ય હેતુ ઉમેદવારના શિક્ષણ અને સંશોધન કૌશલ્યનું મૂલ્યાંકન છે. પેપર - 1નો હેતુ ઉમેદવારની તર્કશક્તિ, આકલન શક્તિ, સૂચના તથા જ્ઞાનના સ્રોતોની સામાન્ય જાણકારી અને વિશિષ્ટ વિચારશક્તિનું મૂલ્યાંકન કરવાનો છે.પેપર - 2માં ઉમેદવારે પસંદ કરેલ વિષય પર આધારિત 100 ફરજિયાત બહુવૈકલ્પિક પ્રશ્નો (MCQ) પૂછાશે. દરેક પ્રશ્ન 2 ગુણનો રહેશે. ખોટા જવાબ માટે નકારાત્મક ગુણમૂલ્યાંકન પદ્ધતિ અમલ માં નથી.

અન્ય સમાચારો પણ છે...