તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આયોજન:ધોલેરામાં ગ્રીનફીલ્ડ ઈન્ડ. સ્માર્ટ સીટીમૂડીરોકાણ માટેનું હબ બનશે

ભાવનગર24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અધિક મુખ્ય સચિવે પ્રોજેક્ટસની મુલાકાત લીધી

અધિક મુખ્ય સચિવ ડો. રાજીવ કુમાર ગુપ્તાએ ગુજરાત વેપારી મહામંડળના સભ્યો સાથે આજે ભારતના સૌથી મોટા ગ્રીનફીલ્ડ સ્માર્ટ સીટી ધોલેરાની મુલાકાત લીધી હતી અને ધોલેરા ખાતે અધિકારીઓ સાથે માળખાકિય સુવિધાના તથા હાથ ધરાયેલા વિવિધ પ્રોજેક્ટની સમિક્ષા કરી હતી.

ધોલેરા ઈન્ડસ્ટ્રીયલ સીટી ડેવલપમેન્ટ લિમિટેડ (ડીઆઈસીડીએલ)ના મેનેજીંગ ડિરેક્ટર હરિત શુક્લએ ભવિષ્યમાં બિઝનેસ ક્ષેત્રે ધોલેરાની મૂડી રોકાણ માટેની અસંખ્ય તકો ઉભી કરવામાં તથા દિલ્હી-મુંબઈ ઈન્ડસ્ટ્રીયલ કોરિડોરના ગ્લોબલ ઈન્ટીગ્રેટેડ મલ્ટીમોડલ લોજીસ્ટીક હબના નિર્માણમાં જે નોંધપાત્ર ભૂમિકા ભજવશે તે અંગે માહિતી આપી હતી. અધિક મુખ્ય સચિવે ગ્રીનફીલ્ડ સ્માર્ટ સીટીની સંચાલનલક્ષી કાર્યક્ષમતા, બિઝનેસ કરવામા તથા ટેકનોલોજી અપનાવવામાં આસાની તથા તથા ધોલેરામાં બિઝનેસની ગુણવત્તા અંગે ચર્ચા કરી હતી.

અધિક મુખ્ય સચિવ ડો. રાજીવ ગુપ્તા, જણાવ્યું હતું કે ધોલેરામાં ગ્રીનફીલ્ડ ઈન્ડસ્ટ્રીયલ સ્માર્ટ સીટીનો વિકાસએ લાંબેગાળે ઈનોવેટીવ બિઝનેસ અને મૂડીરોકાણ માટેનું વિઝન બની રહેશે.ધોલેરાની મુલાકાત દરમ્યાન અધિક મુખ્ય સચિવે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી, સ્ટેટ બેંક ઓફ ઈન્ડીયા, ટોરેન્ટ પાવર અને તાતા પાવરના સભ્યો સાથે સ્માર્ટ સીટીની સેલ્ફ-સસ્ટેનીંગ અને ઓટોમેટેડ વ્યવસ્થા અંગે પરામર્શ કર્યો હતો અને જણાવ્યું હતું કે ઔદ્યોગિકરણ, યુટિલિટી, લોજીસ્ટીક ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને શિક્ષણ, આરોગ્ય અને અન્ય જાહેર સુવિધાઓનું સોશ્યલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર આર્થિક વૃધ્ધિને વેગ આપશે.

ધોલેરાની વિશ્વસ્તરની માળખાકીય સુવિધાઓ અને મલ્ટીમોડલ કનેક્ટીવિટી અંગે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના નટુભાઈ પટેલે જણાવ્યું હતું કે ધોલેરા ડેડીકેટેડ ફ્રેઈટ કોરિડોર, પોર્ટસ, ઈન્ટરનેશનલ એરપોર્ટ અને 6 લેનના એક્પ્રેસવેઝ સાથે બિઝનેસ અને મૂડી રોકાણ માટે કરકસરયુક્ત, કાર્યક્ષમ અને સુગમ મથક બની રહેશે.

920 ચો.કી.મી.વિસ્તારમાં આયોજન
ધોલેરા સ્પેશ્યલ ઈન્વેસ્ટમેન્ટ રિજીયનનું આયોજન અંદાજે 920 ચો.કી.મી. વિસ્તારમાં કરવામાં આવ્યું છે અને તે અમદાવાદ જીલ્લાના ધોલેરા તાલુકાના 22 ગામોને આવરી લે છે. ડીએફસી અને ડીએમઆઈસી રિજીયનની સાથે સાથે આયોજીત કરવામાં આવેલો આ સૌથી મોટો ઈન્વેસ્ટમેન્ટ નોડ છે. આ નોડ વડોદરા, અમદાવાદ, રાજકોટ, સુરત અને ભાવનગર જેવા ઔદ્યોગિક શહેરોથી નજીક છે. નવા યુગનું આ શહેર દૂરગામી આંતરિક શહેરી પરિવહન વ્યવસ્થા ધરાવશે અને પડોશના શહેરો અને દેશના બાકીના વિસ્તારો સાથે મોબાઈલ/ કાર્યક્ષમ રિજીયોનલ કનેક્ટિવીટી ધરાવશે.

અન્ય સમાચારો પણ છે...