કોરોના અપડેટ:ભાવનગર જિલ્લામાં કોરોનાની મોટી રાહત, આજે એકસાથે 7 દર્દીઓ ડીસ્ચાર્જ થયા

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 12 થઈ, આજે કોરોનાનો નવો એક કેસ નોંધાયો

ભાવનગરમાં સતત બીજા દિવસે આજે નવો એક કોરોનાનો કેસ નોંધાયો છે. જોકે, આજે કોરોનાએ મોટી રાહત પણ આપી છે. આજે એક સાથે જિલ્લામાંથી 7 દર્દીઓ ડિસ્ચાર્જ થયાં છે.

હાલ ભાવનગર જિલ્લામાં કોરોના નાબૂદ થતો હોય તેમ લાગી રહ્યું છે, આજે શહેરમાં 7 દર્દી કોરોનાને માત આપવામાં સફળ રહ્યા હતા. જેને કારણે શહેરમાં દર્દીની સંખ્યામાં ઘટીને 11 જ્યારે ગ્રામ્યમાં 1 કોરોનાનો કેસ એક્ટિવ રહ્યો છે, આમ જિલ્લામાં કુલ એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 12એ પહોંચી છે.

ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમાં 7 કોરોના પોઝિટિવ દર્દીઓ કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. ભારત સરકારની નવી માર્ગદર્શિકા પ્રમાણે આ દર્દીઓની આરોગ્ય ચકાસણી કરતા અને તેઓ માર્ગદર્શિકાના માપદંડો પ્રમાણે સ્વસ્થ જણાતા આ દર્દીને આજરોજ હોમ આઈસોલેશનમાં રહેવા માટે હોસ્પિટમાંથી રજા આપવામાં આવી હતી. ભાવનગર જિલ્લામાં નોંધાયેલા 21 હજાર 513 કેસ પૈકી હાલ 12 દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે અત્યાર સુધીમાં જિલ્લામાં 299 દર્દીઓનું અવસાન થયા છે.

અન્ય સમાચારો પણ છે...