નિર્ણય:ગ્રાન્ટેડ હાઇસ્કૂલોમાં વર્ગ ઘટાડાની પ્રક્રિયા સ્થગિત, વર્ગ ઘટાડાનો આદેશ હોય તો પણ સ્થગિત રહેશે

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ત્રિવિધ કક્ષાએથી રજૂઆત આવ્યા બાદ શિક્ષણ કમિશનર કચેરી દ્વારા જાહેર કરાયેલો પરિપત્ર

ગુજરાત રાજ્યમાં બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં વર્ગ ઘટાડા બાબતે શાળાઓના કમિશનરની કચેરી દ્વારા મહત્વનો નિર્ણય લેવાયો છે કે જ્યાં સુધી હવે કોઇ આગામી સૂચના ન આપવામાં ત્યાં સુધી વર્ગ ઘટાડાની પ્રક્રિયા હાલ સ્થગિત રાખવામાં આવે તેમજ જો કોઇ જિલ્લામાં કોઇ શાળામાં અગાઉના આદેશથી કોઇ પણ શાળામાં વર્ગ ઘટાડાનો આદેશ કર્યો હોય તો આ પ્રકારના આદેશને પણ હાલ પૂરતો સ્થગિત રાખવા તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓને સંયુક્ત શિક્ષણ નિયામક એચ.એન.ચાવડાએ એક પરિપત્રમાં જણાવ્યું છે.

રાજ્યની ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં ધો.9થી ધો.12ના વર્ગોમાં વર્ગદીઠ વિદ્યાર્થી સંખ્યામાં છૂટછાટ આપી શહેરી વિસ્તારમાં પ્રથમ વર્ગમાં 36ને બદલે 25 વિદ્યાર્થી સંખ્યા અને 1 કરતા વધારે વર્ગો માટે 60 પ્લસ 36ને બદલે 42 પ્લસ 25 વિદ્યાર્થી સંખ્યા તથા ગ્રામ્ય વિસ્તારમાં પ્રથમ વર્ગમાં 24ને બદલે 18 વિદ્યાર્થી સંખ્યા અને એક કતા વધારે વર્ગો માટે 60 પ્લસ 24ને બદલે 42 પ્લસ 18 વિદ્યાર્થીઓ સંખ્યા વર્ગો ચાલુ રાખવાની મંજૂરી આપવામાં આવી હતી.

કોરોનાના સંક્રમણની સ્થિતિ યથાવત રહી હોય શિક્ષણ વિભાગના 21 ડિસેમ્બર,2020ના ઠરાવથી મળેલી છૂટછાટ વર્ષ 2021-22માં પણ યથાવત રાખવા અંગે. આ કચેરી સમક્ષ ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષક સંઘ, રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ અને ગુજરાત રાજ્ય શાળા સંચાલક મંડળની સામૂહિક રજૂઆત બાદ આ પરિપત્ર જાહેર કરાયો છે.

અન્ય સમાચારો પણ છે...