તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અનુદાન:માધ્યમિક શાળા શૈક્ષણિક સંઘ દ્વારા 39 લાખ દ્વારા અનુદાન

ભાવનગર10 મહિનો પહેલા
 • કૉપી લિંક

સમગ્ર દેશમાં અને વિશ્વમાં કોરના મહામારીએ ભરડો લીધો છે. હાલ કોરોના મહામારીને નાથવા સૌ કોઈ પોતાનો યથાયોગ્ય સહયોગ આપી તંત્રને મદદરૂપ થઇ રહ્યા છે ત્યારે ભાવનગર જિલ્લા શૈક્ષણિક સંઘ સંકલન સમિતિની પહેલને વધાવી જિલ્લાની સરકારી માધ્યમિક તથા ઉચ્ચત્તર માધ્યમિક શાળાના શિક્ષકમિત્રો અને વહીવટી કર્મચારીઓએ પોતાનો એક દિવસનો પગાર મુખ્યમંત્રી રાહત ફંડમાં અર્પણ કર્યો છે.આ અંગે વિગતે માહિતી આપતાં ગુજરાત રાજય આચાર્ય સંઘના મંત્રી બળદેવસિંહ ગોહિલ જ્ણાવ્યુ હતુ છે કે જિલ્લાના ગ્રાન્ટેડ શાળાના કર્મચારીઓ દ્વારા રૂપિયા 34,42,640 તથા સરકારી શાળાના કર્મચારીઓ દ્વારા રૂ.4,72,843 મળીને કુલ રૂ.39,15,486 નું અનુદાન મુખ્યમંત્રી રાહતફંડમાં અર્પણ કરવા આજરોજ જિલ્લા ક્લેક્ટર શ્રી ગૌરાંગ મકવાણાને ચેક અર્પણ કર્યો હતો અને કલેકટરશ્રી દ્વારા શિક્ષણ વિભાગના આ યોગદાનને બિરદાવવામાં આવ્યું હતું. જેમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ભાવનગરના પ્રતિનિધિઓ ભાવિનભાઇ ભટ્ટ, તરુણભાઇ વ્યાસ અને સંજયભાઈ ભટ્ટ હાજર રહેલ હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો