યુવાનોનો મત મહત્વોનો:દાદાઓનો દબદબો : ભાવનગરમાં 637 શતાયુ મતદારો

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભાવનગરની સાત વિધાનસભામાં 18 અને 19 વર્ષના કુલ 45,277 મતદારો નોંધાયા
  • વૃદ્ધ મતદાતા પોતાના ઘરે મતદાન કરી શકે તે માટે ચૂંટણી વિભાગ સર્વેક્ષણ કરવામાં આવ્યું

ચૂંટણી પંચ દ્વારા ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓની તૈયારીઓને આખરીઓ કપાઈ રહ્યો છે ત્યારે રાજ્યમાં મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે જે મુજબ રાજ્યમાં કુલ 4,90,89,765 મતદારો નોંધાયા છે જેમાં 1417 જેટલા ટ્રાન્સજેન્ડર મતદારોનો પણ સમાવેશ થાય છે જેઓ આગામી વિધાનસભા ચૂંટણીમાં પોતાના મત અધિકારનો ઉપયોગ કરશે કુલ મતદારોમાં 2,53,36,610 પુરુષો અને 2,37,51,738 મહિલાઓ નોંધાયા છે. રાજ્યમાં કુલ 11,62,528 નવા મતદારો નોંધાયા છે.

ભાવનગર જિલ્લાની વાત કરીએ તો 18 અને 19 વર્ષના કુલ 45,277 મતદારો નોંધાયા છે જેઓ આ વખતે વિધાનસભાની ચૂંટણીમાં પ્રથમ વખત મતદાન કરવાના છે. આ ગણતરીમાં 10 મી ઓક્ટોબર 2022 ના રોજ નવા ઉમેરાયેલા 17,617 મતદારોનો પણ ઉમેરો થઈ ગયો છે. આ 18 અને 19 વર્ષના મતદારોમાં મતદાન માટે વિશેષ ઉમંગ અને ઉત્સાહ જોવા મળે છે. ગુજરાત રાજ્યમાં 100 વર્ષથી વધુ વર્ષ વટાવી ચૂક્યા હોય એટલે કે શતાયુ હોય તેવા મતદારોની કુલ સંખ્યા 11842 છે તે પૈકી ભાવનગર જિલ્લામાં શતાયુ મતદારોની કુલ સંખ્યા 637 છે. રાજ્યમાં 80 વર્ષથી વધુ હોય તેવા કુલ 10,36,469 મતદારો છે.

ભાવનગર જિલ્લામાં કુલ 18,31,892 મતદાર નોંધાયા છે, જેમાં 9,44,526 પુરૂષ, 8,87,326 સ્ત્રી અને 40 અન્ય મતદાર નોંધાયા છે. કુલ 45,277 નવા મતદાર નોંધાયા છે, જયારે 100 વર્ષીય 637 મતદાર નોંધાયા છે. ભાવનગર જિલ્લામાં કુલ 1866 મતદાન મથકો છે. મતદાર યાદીમાં છેલ્લે જે .મેરો થયો તેમાં 18 અને 19 વર્ષના 17,617 મતદારો ઉમેરાયા હતા. ભાવનગર જિલ્લામાં 18 અને 19 વર્ષના કુલ 45,277 મતદારો છે.

મતદાર 80 વર્ષથીવધુ વયના હશે તો તેમને મતદાન કેન્દ્ર સુધી લાવવામાં આવશે અને પરત મૂકવામાં આવશે. આ ઉપરાંત કોઈ ઉંમરલાયક મતદાર મત આપવા ન આવતા હોય તો ચૂંટણીના અધિકારીઓ તેમના ઘરે જશે અને તેમની પાસે મતદાન કરાવશે. આ માટે ભાવનગરમાં ચૂંટણી શાખા દ્વારા ગણતરી હાથ ભરવામાં આવી હતી. આ માટે વૃદ્ધ મતદારોએ એક ફોર્મ ભરવાનું રહેશે. ફોર્મની સમગ્ર પ્રકિયાની વીડિયોગ્રાફી થશે. આ ઉપરાંત મતદાન ગણતરી વખતે તેમના મતની ગણતરી થશે. આમ ભાવનગરમાં મતદાર યાદીની છેલ્લી અપડેટ આવી તે મુજબ 100 વર્ષીથીવધુ હોય તેવા 637 મતદારો છે.

ગુજરાતમાં 1417 જેટલા ટ્રાન્સજેન્ડર મતદાર
આ મતદારયાદી અનુસાર રાજ્યમાં કુલ 4,90,89,765 મતદારો નોંધાયા છે. જેમાં 1417 જેટલા ટ્રાન્સજેન્ડર મતદારોનો પણ સમાવેશ થાય છે. જેઓ આગામી વિધાનસભા ચૂંટણીમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. કુલ મતદારોમાં 2,53,36,610 પુરૂષ અને 2,37,51,738 મહિલા મતદારો નોંધાયા છે. કુલ 11,62,528 જેટલા નવા મતદારો નોંધાયા છે.

રાજ્યમાં 18થી19 વય જુથના 4.61 લાખથી વધુ મતદાર ઉમેરાયા
આખરી મતદાર યાદીમાં સમાયેલી વિગતો પ્રમાણે રાજ્યમાં 18 થી 19 વયના જુથમાં 4.61 લાખથી વધુ યુવા મતદારોએ નોંધણી કરાવી છે. જે પૈકી 2.68 લાખથી વધુ યુવા પુરૂષ અને 1.93 લાખથી વધુ યુવા મહિલા મતદારોનો સમાવેશ થાય છે. ગુજરાત રાજ્યમાં આ 4.61 લાખ મતદારોનો મતદાનનો અભિગમ કેવો રહેશે તે જાણવું રસપ્રદ બની રહેશે.

અન્ય સમાચારો પણ છે...