તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Bhavnagar
 • Graduation Level Sem 3 App From Today. At The Level Of Sem.5 Examination, More Than 28 Thousand Students Will Appear For The Examination

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આયોજન:આજથી સ્નાતક કક્ષાની સેમ-3 અનુ. કક્ષાએ સેમ.5ની પરીક્ષા, 28 હજારથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

ભાવનગર4 મહિનો પહેલા
 • કૉપી લિંક

તા.7 ડિસેમ્બરને સોમવારથી મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિ. દ્વારા ત્રીજા તબક્કાની પરીક્ષાઓમાં સ્નાતક કક્ષાએ ત્રીજા અને અનુસ્નાતક કક્ષાએ પાંચમા સેમેસ્ટરની પરીક્ષા પરીક્ષાઓ લેવાનું આયોજન ઘડાઇ ગયું છે. આ પરીક્ષાઓ રોજ ત્રણ તબક્કામાં લેવામાં આવશે. જેમાં પ્રથમ સેશન સવારે 9થી 10.30 દરમિયાન, બીજું સેશન સવારે 11.30થી બપોરના 1 સુધી અને તૃતિય સેશન બપોરે 3થી સાંજના 4.30 દરમિયાન લેવામાં આવશે. આ પરીક્ષાઓ ભાવનગર શહેરના 19 અને ગ્રામ્ય વિસ્તારના 19 મળી કુલ 38 કેન્દ્રો ખાતે લેવામાં આવશે. કુલ 28 હજારથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે અને આ માટે તમામ આયોજનને અખરી ઓપ અપાઇ ગયો છે તેમ કુલસચિવ ડો.કૌશિકભાઇ ભટ્ટે જણાવ્યું હતુ.

તા.7 ડિસેમ્બરથી 14 ડિસેમ્બર દરમિયાન લેવાનારી આ પરીક્ષામાં વિદ્યાર્થીઓ માટે માસ્ક પહેરવું ફરજિયાત છે. પરીક્ષા કેન્દ્રો ખાતે સેનેટાઇઝેશનની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. સોશિયલ ડિસ્ટન્સ જળવાય રીતે બેઠક વ્યવસ્થા રહેશે. યુનિ. સંલગ્ન સ્વામિ વિવેકાનંદ હોમિયોપેથિક કોલેજ દ્વારા દરેક વિદ્યાર્થીઓને ઇમ્યુનીટી વધે એ માટે હોમિયોપેથિક પલ્સનો બૂસ્ટર ડોઝ પણ આપવામાં પરીક્ષા સંબંધિત તમામ માહિતી યુનિ.ની વેબસાઇટ ww.mkbhavuni.edu.in પર મુકવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો