શહેરના નવા બંદર રોડ પર આજે વહેલી સવારે કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા ચાર યુવાનોએ જીવ ગુમાવ્યા છે. આ રોડ પર અવારનવાર ગમખ્વાર અકસ્માત થતા રહે છે. કોર્પોરેશનના વિરોધ પક્ષના નેતા ભરતભાઈ બુધેલીયાએ કમિશનરને કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે, તેઓ દ્વારા અવારનવાર રિંગરોડ બનાવવા માટે રજૂઆતો કરી છે સાધારણ સભામાં પણ પ્રશ્ન ઉઠાવ્યો છે છતાં આજદિન સુધી રિંગરોડ બનાવવા માટે શાસક પક્ષ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.
રીંગરોડના અભાવે બંધ રોડનું સમગ્ર ટ્રાફિક કે જે કેબલ સ્ટેડ પુલ પરથી પસાર થાય છે તે શહેરના મધ્યમાંથી નીકળે છે. જેથી વારંવાર અકસ્માતો સર્જાય છે. તદુપરાંત રૂવાપરી ચોક થી નવાબંદર સુધીના રોડ પર આવેલા પુલ પણ સાંકડા છે તેને ફોન વાયરીંગ કરવાની જરૂરિયાત છે. જેથી તાત્કાલિક રીંગ રોડની કામગીરી કરવામાં નહીં આવે તો કોંગ્રેસ દ્વારા આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.