તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

NCLT કાનૂની વિવાદ:ભાવનગરના આલ્કોક એશડાઉનને પુનર્જીવિત કરવા સરકારના પ્રયાસો

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • NCLTના કાનૂની વિવાદ બાદ શું કરી શકાય તેની મંત્રણા શરૂ
  • રાજ્ય અને કેન્દ્ર સરકારની વચ્ચે સમજુિત સાધવામાં આવી શકે

ભાવનગર જિલ્લાના 152 કિ.મી. લાંબા દરિયા કિનારે સમુદ્ર સંબંધિત અનેક વ્યવસાયોની અફાટ તકો ઢબૂરાયેલી પડેલી છે. ભાવનગરમાં જૂના બંદર પર આવેલા જહાજ બનાવવાના અને રિપેરિંગના આલ્કોક એશડાઉન યુનિટ બંધ થઇ ગયુ હતુ, તેને પુનર્જીવિત કરવા માટે સરકારમાં પ્રયાસો થઇ રહ્યા છે.

ભાવનગરના જૂના બંદર ખાતે આવેલા આલ્કોક એશડાઉનને પુનર્જીવિત કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા પ્રયાસો તેજ કરવામાં આવ્યા છે. હાલ આલ્કોક એશડાઉનનો સમગ્ર મામલો નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (એનસીએલટી) સમક્ષ પેન્ડિંગ છે.

કાનૂની વિવાદ પૂર્ણ થઇ ગયા બાદ શિપ બિલ્ડિંગ કંપનીને ભાવનગરમાં કઇ રીતે શરૂ કરી શકાય, અને તેના માટે શું શું જરૂરીયાતો હોઇ શકે તેના એનાલીસીસ તાજેતરમાં કરાયા છે. અગાઉ કેન્દ્રીય શિપિંગ મંત્રી મનસુખભાઇ માંડવીયાએ કોચિન શિપ યાર્ડના મેનેજમેન્ટ સાથે ચર્ચા કરી અને ભાવનગરના આલ્કોક એશડાઉનને ટેકઓવર કરવા મીટિંગો કરી હતી.

બ્રિટિશ કંપની દ્વારા ભાવનગરમાં જહાજ નિર્માણ માટે યુનિટ સ્થાપવામાં આવ્યુ હતુ અને તેને 1975માં તત્કાલીન કેન્દ્ર સરકાર દ્વારા પોતાના હસ્તક લઇ લેવામાં આવ્યુ હતુ. બાદમાં 1994માં ગુજરાત સરકારે આ યુનિટ સંભાળી લીધુ હતુ.

નેવીના જહાજો બનાવવાના 600 કરોડના પેન્ડિંગ ઓર્ડર હોવા છતા આલ્કોક એશડાઉનને ભેદી સંજોગોમાં બંધ કરાવવામાં આવ્યુ હતુ. આ યુનિટને પુનર્જીવિત કઇ રીતે કરી શકાય તેના અંગે નવેસરથી પ્રયાસો સરકારમાં વેગવંતા બન્યા હોવાનું કેન્દ્રીય શિપિંગ મંત્રાલયના સૂત્રોમાંથી જાણવા મળ્યુ છે.

અન્ય સમાચારો પણ છે...