ફેરબદલી કેમ્પ:સરકારી માધ્યમિક શિક્ષકોની 21 મે સુધીમાં ફેરબદલી કરવાની રહેશે

ભાવનગર12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાજ્યના તમામ જિલ્લાઓમાં કેમ્પ યોજવાના રહેશે
  • છેલ્લા 3 વર્ષનું સરેરાશ પરિણામ 30 ટકા કે તેથી ઓછું હોય તેવા શિક્ષકની ફેરબદલી થશે નહીં

સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષકોના ફેરબદલી કેમ્પ યોજવા માટે તમામ જિલ્લાઓમાં આંતરિક બદલી કેમ તારીખ 21 મેને શનિવાર સુધીમાં જિલ્લા કક્ષાએ યોજીને આ કેમ સમયમર્યાદામાં પૂર્ણ કરવા શાળાઓના કમિશ્નરની કચેરી દ્વારા તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓને જણાવાયું છે.આ શિક્ષકો માટે 21 મે સુધીમાં આંતરિક બદલી કેમ યોજાશે.

દરેક જિલ્લા શિક્ષણાધિકારીએ સરકારી અને આર.એમ.એસ.એ. તેમજ મોડેલ સ્કૂલ ની તારીખ 31મે, 2022 અંતિતની સ્થિતિએ ખાલી પડનાર જગ્યાઓને વિષયવાર યાદી તૈયાર કરવાની રહેશે અને દરેક સરકારી શાળાને કેમ પહેલા નકલ મોકલી આપવાની રહેશે અને નોટિસ બોર્ડ પર પ્રસિદ્ધ કરવાની રહેશે.

કેમ્પમાં ભાગ લેનારા તમામ શિક્ષકોનું હાજરી પત્રક નિભાવવાનું રહેશે બદલી માંગનારા શિક્ષણ સહાયક અથવા મદદનીશ શિક્ષકની હાલના જિલ્લામાં હાલની શાળામાં નિમણૂકની તારીખના આધારે શ્રેયાનતા ગણવાની રહેશે. આવેલી અરજીઓની વિષયવાર ધ્યાનમાં લઇ અગ્રતાક્રમમાં ગોઠવાશે. છેલ્લા ત્રણ વર્ષનું સરેરાશ પરિણામ 30 ટકા કે તેથી ઓછું હોય તેવા મદદનીશ શિક્ષક કે શિક્ષણ સહાયકની ફેરબદલીની અરજી માન્ય રહેશે નહીં.

શિક્ષણ સહાયક તરીકે નિમણુંક મેળવનાર મહિલા કર્મચારી તથા દિવ્યાંગ કર્મચારીએ ઓછામાં ઓછી એક વર્ષની સેવા બજાવી હોય અને પુરુષ કર્મચારીને બે વર્ષની સેવા બજાવી હોય તેવા શિક્ષણ સહાયક અને ફેરબદલી નો લાભ મળશે. જે કોઈ શિક્ષક સામે ખાતાકીય તપાસ ચાલતી હોય ફરજ મોકુફી હેઠળ હોય કે અન્ય સૂચના મુજબ બદલી કરવામાં આવી હોય તેવા શિક્ષકો આ કેમ્પમાં ભાગ લઇ શકશે નહીં તેની કાળજી લેવા તાકીદ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...