તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સરકારી કચેરીઓમાં કાળા ધંધા:સરકારી કચેરીઓનો સમય પુરો થાય અને અનૈતિક પ્રવૃત્તિઓ શરૂ

ભાવનગર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
 • સાંજે મોટાભાગની સરકારી કચેરીઓમાં થતા કાળા ધંધા
 • રજાના દિવસે પણ કચેરીઓમાં થઇ રહેલો ભેદી ધમધમાટ

તાજેતરમાં કસ્ટમ હાઉસમાં મોડી સાંજના સમયે, કચેરીનો સમય સમાપ્ત થયા બાદ અધિકારીઓ દારૂની મહેફીલ માણતા પોલીસ તંત્ર દ્વારા રંગેહાથ ઝડપી લીધા હતા. ભાવનગરમાં મોટાભાગની સરકારી કચેરીઓમાં દૈનિક નિર્ધારીત સમય પુરો થાય છે અને અનૈતિક પ્રવૃત્તિઓનો ધમધમાટ શરૂ થાય છે.

ભાવનગરમાં બહુમાળી ભવનમાં આવેલી સંબંધિત કચેરીઓ, પીડબલ્યુડી, માર્ગ અને મકાન વિભાગની કચેરી, સિંચાઇ-ઇરિગેશન કચેરી, મહાનગરપાલિકા, કલેક્ટર કચેરી, જિલ્લા પંચાયત, જીએસટી કચેરી, સીટી સર્વે, બીએસએનએલ, પીજીવીસીએલ સહિતની કચેરીઓમાં દૈનિક ધોરણે નિર્ધારીત સમયાવધી સમાપ્ત થતાની સાથે જ ગેરકાનૂની કામોને અંજામ આપનારા લોકોની આવન-જાવન વધી જાય છે. મોડી સાંજથી સરકારી કચેરીઓમાં દારૂની મહેફીલ મંડાય છે,અને માંસાહારી ખાદ્ય પદાર્થોની રેલમછેલ થાય છે.

આ તમામ પ્રવૃત્તિઓથી તેઓના ઉપરી અધિકારીઓ વાકેફ હોવા છતા આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે. ઉપરાંત રવિવાર અને જાહેર રજાના દિવસોમાં પણ સરકારી કચેરીઓ સત્તાવાર રીતે બંધ હોવા છતા છાપેલ કાટલા જેવા કર્મચારીઓ અને તેઓના મિત્ર વર્તુળ કચેરીમાં પહોંચી જાય છે, અને દારૂની મહેફીલ માંડે છે.

અગાઉ બહુમાળી ભવનમાં રાત્રિના સમયે દેહવિક્રયના વ્યવસાય પણ ખુલી ગયા હતા, પરંતુ ગાંધીનગર સુધી ફરિયાદો થતા આવા ધંધા પર ક્ષણિક બ્રેક લાગી હતી. તમામ સરકારી કચેરીઓમાં સંબંધિત ઉપરી અધિકારીઓએ પોતાના કાર્યક્ષેત્ર તળેની કચેરીઓમાં મોડી સાંજે, રજાના દિવસોમાં ચેકિંગ કરવું આવશ્યક બન્યુ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો