તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કામગીરી:સરકારી કચેરી, આવાસ, વિ. માટે 35 હજાર ચો.મી. જમીન ફાળવાઇ

ભાવનગર8 દિવસ પહેલા
  • કૉપી લિંક

જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ભાવનગર જિલ્લામાં વિવિધ સરકારી કચેરીઓ, સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ માટેના આવાસો, વિદ્યાર્થીઓ માટેના છાત્રાલય માટે સત્વરે લોકાભિમુખ નિર્ણય લઇ ભાવનગર જિલ્લામાં કુલ મળીને 35,910 ચો.મી. જમીન ફાળવવામાં આવેલ છે.

જિલ્લા વહીવટીતંત્ર દ્વારા વિભાગીય કચેરી (વેકસીન સ્ટોર)ના હેતુ માટે, વિભાગીય નિયામક, આરોગ્ય અને તબીબી સેવાઓ, ભાવનગર, સરકારી કન્યા છાત્રાલય (વિ.જા.) તથા સરકારી કુમાર છાત્રાલય (વિ.જા.) માટે, જિલ્લા નાયબ નિયામક (વિ.જા.), ભાવનગર, શૈક્ષણિક હેતુ માટે, કુલ સચિવ, ડો.આંબેડકર ઓ૫ન યુનિવર્સિટી, અમદાવાદ, કાળીયાબીડ પોલીસ સ્ટેશનના બાંઘકામ માટે, પોલીસ અઘિક્ષક, ભાવનગર તથા સરકારના મહેસુલી તથા અન્ય અઘિકારીઓ માટેના સરકારી આવાસ બાંઘકામ માટે એમ કુલ મળીને 35,910 ચો.મી. જમીનની ફાળવણી કરવામાં આવી છે.

આ જમીન પર નિર્માણ થનાર સરકારી કચેરીઓ કે ભવનોના નિર્માણથી જિલ્લાના પ્રજાજનોને આરોગ્ય વિષયક સુવિઘા, અદ્યતન સુવઘાયુકત શૈક્ષણિક સંકુલ તેમજ ઓ૫ન યુનિવર્સિટી મારફત ઉચ્ચ શૈક્ષણિક અભ્યાસક્રમનો લાભ મળતો થશે. તદુપરાંત મહેસુલી/અન્ય અઘિકારીઓના સરકારી આવાસ તૈયાર થતાં આ કર્મચારીઓને ઘરઆંગણે વસવાટનો લાભ મળશે. આ ફાળવાયેલી જમીન પર બનનાર પોલીસ સ્ટેશનથી જિલ્લામાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ પણ વધુ મજબૂત બનશે.

અન્ય સમાચારો પણ છે...