ભાવ વધારો:ગ્રીન એનર્જી પ્રત્યે સરકાર ઉદાસીન; સીએનજી વાહનોમાં ઉપયોગ વધ્યો તો ભાવ પણ આસમાને

ભાવનગર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ભાવનગરમાં સીએનજીની રોજ 30 હજાર કિલોની સરેરાશ ખપત, દૈનિક રૂ.8.92 લાખનું ભારણ વધ્યું
  • એક વર્ષમાં પેટ્રોલમાં એક લિટરે રૂ.5.60 વધ્યા જ્યારે સીએનજીમાં એક કિલોએ રૂ.29.71નો વધારો
  • ગુજરાતમાં 1 વર્ષમાં પેટ્રોલની તુલનામાં સીએનજીના ભાવમાં સાડા પાંચ ગણો તોતીંગ વધારો

પેટ્રોલ-ડીઝલ જેવા ઈંધણોનોના ભાવમાં સતત આવી રહેલા વધારાને કારણે વાહનચાલકો વૈકલ્પિક ઇંધણ સીએનજી અપનાવવા લાગ્યા હતા જે સસ્તુ અને પર્યાવરણ માટે પણ સારૂ છે જો કે હવે જે ઝડપે સીએનજીના ભાવમાં વધારો થઇ રહ્યો છે તે જોતા સીએનજી વાપરતા વાહનચાલકો મુંઝાઇ ગયા છે. કારણ કે સીએનજીના ભાવોમાં પણ છેલ્લા એક વર્ષ દરમિયાન રૂપિયા પ્રતિ કિલો 29.71નો જબ્બર વધારો ગ્રાહક પર ઝીંકવામાં આવ્યો છે. ભાવનગરમાં સીએનજીની રોજની સરેરાશ ખપત 30 હજાર કિલોની છે અને ભાવમાં એક વર્ષમાં રૂ.19.71નો વધારો થતા સીએનજીના ઉપયોગકર્તાઓ પર રોજના રૂ.8.92 લાખનું ભારણ વધી ગયું છે.

હાલ શહેરમાં પેટ્રોલનો એક લિટરનો ભાવ રૂ.98.13 છે તેની સામે સીએનજીનો ભાવ રૂ.82.16 થઇ ગયો છે. 1 વર્ષમાં પેટ્રોલના એક લિટરના ભાવની તુલનામાં સીએનજીના ભાવમાં સાડા પાંચ ગણો તોતીંગ વધારો થયો છે. દેશમાં પેટ્રોલની તુલનામાં સીએનજીના ભાવમાં વધારો ઝીંકાઇ રહ્યો છે. સમગ્ર ગુજરાતમાં એવરેજ એક વર્ષમાં પેટ્રોલમાં એક લિટરમાં ભાવમાં રૂ.5.60નો વધારો થયો છે જ્યારે તેની સામે સીએનજીના ભાવ રૂ.29.71 એટલે કે સાડા પાંચ ગણા વધી ગયા છે. જ્યારે તાજેતરમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં નોંધપાત્ર ઘટાડો થયો છે.

ભાવનગરમાં એક વર્ષમાં ઇંધણમાં ભાવ વધારો

ઇંધણ1 વર્ષ પૂર્વે ભાવહવે ભાવવધારો
પેટ્રોલરૂ.92.53રૂ.98.13રૂ.5.60
ડિઝલરૂ.92.67રૂ.93.89રૂ.1.22
CNGરૂ.52.45રૂ.82.16રૂ.29.71

પર્યાવરણ રક્ષા માટે વધુ સારો વિકલ્પ
આમ તો ક્રૂડ અને નેચરલ ગેસ એક સાથે મળી આવે છે. નેચરલ ગેસનું શુદ્ધિકરણ કરીને વપરાશમાં લેવાય છે સીએનજી બળે ત્યારે પ્રદુષણ ઉત્પન્ન કરતું નથી એટલે તેને ગ્રીન ફ્યુઅલ કહે છે. તે વધુ પર્યાવરણને અનુકૂળ છે કારણ કે તે અન્ય અવેજીઓ એટલે કે ડીઝલ અને પેટ્રોલ કરતા સીએનજીમાં અનિચ્છનીય અને હાનિકારક વાયુઓ ઓછા હોય છે.

ઇંઘણના ભાવમાં એક વર્ષમાં વધારો

શહેર1 વર્ષ પૂર્વે પેટ્રોલહવે પેટ્રોલવધારો1 વર્ષ પૂર્વે ડિઝલહવે ડિઝલવધારો
અમદાવાદરૂ. 91.03રૂ.96.52રૂ.5.49રૂ.91.49રૂ.92.26રૂ.0.77
સુરતરૂ. 91.12રૂ.96.48રૂ.5.36રૂ.91.30રૂ.92.24રૂ.0.94
વડોદરારૂ. 90.73રૂ.96.32રૂ.5.59રૂ.90.88રૂ.91.35રૂ.0.47
રાજકોટરૂ. 91.07રૂ.96.52રૂ.5.45રૂ.91.93રૂ.92.28રૂ.0.35

* ગુજરાત ગેસના ગુજરાતમાં એક વર્ષ અગાઉ એક કિલોનો ભાવ રૂ.52.45 હતો.

​​​​​​​હજી સીએનજી સસ્તુ હોય વપરાશ યથાવત
પેટ્રોલ-ડીઝલની સરખામણીએ સીએનજીનું ઇંધણ પ્રમાણમાં સસ્તું છે. છેલ્લા એક વર્ષ દરમિયાન એક કિલોના ભાવમાં રૂ.29.71નો ભાવ વધારો આવવા છતાં સીએનજીની ભાવનગરમાં ખપત પર કોઈ અસર પડી નથી. - સોહિલભાઈ ધોળકીયા, પ્રમુખ, ભાવનગર પેટ્રોલ-ડીઝલ ડીલર્સ એસોસિયેશન.

અન્ય સમાચારો પણ છે...