તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રોષ:શિપ કાયદેસર હોવા છતા સરકારી કનડગત : પટેલ

ભાવનગર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કર્ણિકામાં DRIની કામગીરી સામે રોષ
  • 22 કરોડ રૂપિયા કસ્ટમ ડ્યૂટી ભરેલી છે

વૈભવી અને ભારતના સૌથી મોટા ક્રૂઝ શિપ કર્ણિકાના અલંગમાં બીચ થયા બાદ ડીપાર્ટમેન્ટ ઓફ રેવન્યૂ ઇન્ટેલિજન્સ (ડીઆરઆઇ) દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી અંગે જહાજના અંતિમ ખરીદનારે જણાવ્યુ હતુકે, જહાજ કોર્ટના હુકમ મુજબ લીધુ છે, કાયદેસર કસ્ટમ્સ ડ્યૂટી ભરી દીધેલી છે, છતા કોઇ અવાંતર હેતુ પાર પડવાના બદઇરાદે સરકારી કનડગત કરવામાં આવી રહી છે.

કોર્ટ દ્વારા કરવામાં આવેલી હરાજીમાંથી અલંગ શિપબ્રેકિંગ યાર્ડના પ્લોટ નં.વી-7 આર.કે.ઇન્ડસ્ટ્રીઝ એલએલપીના મુકેશ પટેલ દ્વારા પેસેન્જર શિપ ખરીદવામાં આવ્યુ હતુ. 410 ડોલર પ્રતિ મેટ્રિક ટનના ભાવેે 31000 ટનનું આ શિપ ખરીદાયુ છે, અને તેના અંગે 22 કરોડ રૂપિયા કસ્ટમ્સ ડ્યૂટી પણ ભરી દીધી હોવાનો દાવો શિપના અંતિમ ખરીદનાર તરફથી કરવામાં આવ્યો છે. મુકેશ પટેલના જણાવ્યા અનુસાર, કોર્ટ દ્વારા નિયુક્ત કરવામાં આવેલા સર્વેયર ઇરિક્સન રિચાર્ડ્સ દ્વારા જહાજનો સંપૂર્ણ સર્વે કરાયો હતો અને બાદમાં કોર્ટ દ્વારા હરાજીની પ્રક્રિયા આગળ ધપી હતી. જહાજમાં જે કોઇ માલ-સામાન છે તેનો સંપૂર્ણ ઉલ્લેખ કરારમાં સામેલ છે. કસ્ટમ્સ દ્વારા શિપનું બોર્ડિંગ કરાયુ ત્યારે પણ કોઇ વાંધા ઉઠાવાયા ન હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

    વધુ વાંચો