તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લોકડાઉન:સરકારી કર્મચારીનો ભાવનગરની રેશનશોપ પર ઓર્ડર પરંતુ ફરજ ગાંધીનગર

ભાવનગર10 મહિનો પહેલા
 • કૉપી લિંક

લોકડાઉનમાં પ્રજાજનોને વિનામૂલ્યે રેશનીંગનો જથ્થો મળી રહે તે માટે રેશનશોપ પર સરકારે વ્યવસ્થા કરી છે. તેમજ ગ્રાહકોને અગવડતા ન પડે તે માટે રેશન શોપ પર સરકારી કર્મચારીઓને પણ નિયુક્ત કર્યા છે   કોરોના વાયરસ અન્વયે સરકારે લોકડાઉનનો નિર્ણય કરવા સાથે ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને વિનામૂલ્યે રેશનીંગનો જથ્થો આપવાનું આવકારદાયક કાર્ય કર્યું છે. પરંતુ ઘણા રેશનશોપ પર જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા નિયુક્ત કરેલા સરકારી કર્મચારીઓ હોતા નથી. શહેરના હાદાનગરના નાકે  દેસાઈનગર 39 માંઆવેલી રેશનશોપ પર પુરવઠા વિભાગના ઓર્ડર મુજબ એસ.ટી. વિભાગના ભરતભાઈ જીંજાળા અને શિક્ષક દિનેશભાઈ મકવાણાનું નામ છે. પરંતુ જથ્થો મેળવવામાં ગ્રાહકને મુશ્કેલી પડતા તેણે ઓર્ડર પ્રમાણે નિયુક્ત સરકારી કર્મચારીને ફોન કરતા વાસ્તવિકતા બહાર આવી. એસ.ટી.ના કર્મચારીનું નામ ભાવનગર ઝોનલ 3ના રેશનશોપ ક્રમાંક 108 દુકાન કોડ નં.9651માં બોલે છે પરંતુ તેઓ તો હાલમાં ગાંધીનગર વિકાસ કમિશનર કચેરીમાં ફરજ બજાવે છે. 

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો