તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ખેંચતાણ:ભાવનગર યાર્ડમાં સરકાર નિયુક્ત બોડી બરખાસ્ત, વહીવટદાર નિમાયા

ભાવનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક

ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં સરકાર નોમિનેટેડ એટલે કે ભાજપ શાસિત બોડી બેસાડવામાં આવી હતી. તેની નિયમ અનુસાર ગત માર્ચ મહિનામાં મુદત પૂરી થઈ ગઈ હતી. પરંતુ કોરોનાને કારણે ચૂંટણી નહીં થઇ શકતા બોડી પાસે સત્તા યથાવત રખાઈ હતી. અંતે આજે ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં વહીવટદારની નિમણૂંક કરવામાં આવી છે.અને તેઓએ ચાર્જ સંભાળી લીધો છે.

ભાવનગર માર્કેટ યાર્ડમાં છેલ્લા ઘણા વર્ષોથી ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ખેંચતાણ શરૂ રહી છે. કોંગ્રેસ શાસિત માર્કેટયાર્ડ ભાજપે છીનવી લીધી હતી. ભૂતકાળમાં માર્કેટયાર્ડની મુદત અને નિમણૂક બાબતે પણ કોર્ટના દ્વાર ખખડાવ્યા છે. અને કોર્ટે સ્ટે પણ આપ્યો હતો. માર્કેટયાર્ડમાં ચૂંટણી નહીં થઇ શકતા સરકાર દ્વારા સભ્યો નોમિનેટ કરાયા હતા. નોમિનેટ બોડીને બે વર્ષની મુદત હોય છે. વર્તમાન બોડીની ગત 17મી માર્ચના રોજ બે વર્ષની મુદત પૂર્ણ થઈ ગઈ છે. પરંતુ ચૂંટણી જાહેર ન થાય અથવા તો વહીવટદાર ના નિમાય ત્યાં સુધી બોડી કાર્યરત રહે છે.

તદુપરાંત અગાઉ ભાવનગર અને ઘોઘા તાલુકા યાર્ડ અલગ હતા તેમાંથી બન્નેને એકત્રિત કર્યા બાદ હવે પુનઃ અલગ કરવાની પણ રાજકીય ગતિવિધિ ચાલી રહી છે. આવી પરિસ્થિતિમાં ખેતીવાડી ઉત્પન્ન બહાર સમિતિમાં સરકાર નિયુક્ત વ્યવસ્થાપક સમિતિના સભ્યોની મુદત પૂર્ણ થતાં ગુજરાત ખેત ઉત્પન્ન અને બજાર-પ્રમોશન અને ફેસીલીટેશન અધિનિયમ મુજબ જિલ્લા રજીસ્ટારની માર્કેટિંગ યાર્ડમાં વહીવટદાર તરીકે અાજ તા.25થી નિમણૂંક કરવામાં આવતા ડિરેક્ટરો ઘરભેગા થયા છે.

અન્ય સમાચારો પણ છે...