CGST-ઉદ્યોગકારોના‌ કેસમાં વળાંક:ગોપાલ ‌એલોયઝનુ સભ્યપદ બંને એસોસિએશન દ્વારા રદ્ કરાયું

ભાવનગર19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગેરકાયદેસર પ્રવૃત્તિમાં એસોસિએશન ​​​​​​​સાથ નહીં આપે

સીજીએસટીના અધિકારીઓ અને સિહોરના આંગળી માં આવેલી ગોપાલ ફેક્ટરી ના માલિકો વચ્ચે થયેલા ઘર્ષણ ની બાબતમાં નવો વળાંક આવ્યો છે. અને ગોપાલ સભ્યપદ તત્કાળ અસરથી રદ કરવામાં આવ્યું છે. ભાવનગર ઇન્ડક્શન એસોસિએશન અને સિહોર સ્ટીલ રી-રોલિગ‌મિલ એસોસિયેશનના અગ્રણી હરેશભાઈ ધાનાણીએ લેખિતમાં આપેલી અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે કે સી જીએસટી ના અધિકારીઓ સાથે ગેરવર્તન બાબતે બંને એસોસિયેશનો દ્વારા પગલાં ભરવામાં આવી રહ્યા છે.

બંને એસોસિએશનના જણાવ્યા પ્રમાણે અમારા એસોસિયેશન ફક્ત સભ્યોની કાયદા મુજબ ની જરૂરિયાત માટે યોગ્ય રજૂઆત અને મદદ કરવાના હેતુ માટે જ કામ કરે છે. કોઈપણ સભ્ય દ્વારા કરવામાં આવતી ગેરકાયદે પ્રવૃત્તિ માં ક્યારે બંને એસોસિએશન દ્વારા સાથ આપવામાં આવતો નથી. અને ગોપાલે લોઝ નું સભ્યપદ ઇન્ડક્શન એસોસિએશન દ્વારા તત્કાળ અસરથી રદ કરવામાં આવ્યું છે.

CGSTના અધિકારીઓ અને ગોપાલ‌ એલોયઝના માલિકો વચ્ચે સતત બે દિવસ સુધી સર્જાયેલા ઘર્ષણ ની રજૂઆત કરવા માટે બંને એસોસિએશનના અધિકારીઓ સીજીએસટી કચેરી અને એસપી ઓફિસએ પણ ગયા હતા. બાદમાં ત્રીજા દિવસે બંને એસો. દ્વારા ગોપાલ એલોયઝ નું સભ્યપદ રદ કરાયું હતું.

અન્ય સમાચારો પણ છે...