તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આયુર્વેદિક સારવાર:મ્યુકોરમાયકોસીસ રોગની સારવારમાં ગૂગળ અને જળનેતીના પ્રયોગ કારગત

ભાવનગર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • બ્લેક ફંગસ રક્ત પિત્ત જન્ય વ્યાધિ - કફમાંથી જન્મે છે
  • આયુર્વેદિક ઉપચાર પ્રાથમિક સ્તરે કારગત, ગંભીર દર્દીઓએ એલોપથી સારવાર જ લેવી જોઈએ

હાલમાં કોરોના બાદ બીજો કોઈ રોગ ચિંતા નું કારણ હોય તો એ છે મ્યુકોરમાયકોસીસ એટલે કે બ્લેક ફંગસ. આ રોગ નાં દર્દીઓ ભાવનગર માં પણ 147 છે ત્યારે એલોપથી સિવાય કેટલાક આયુર્વેદિક ઉપચારો પણ દર્દીઓને બ્લેક ફંગસ થી દુર રાખી શકે છે. કોરોના બાદ ઘણા દર્દીઓ આયુર્વેદિક ડોકટરો પાસે પણ પહોંચી રહ્યા છે. જોકે અહીં એક વાત સ્પષ્ટ છે કે ખૂબ પ્રાથમિક તબક્કે જ આયુર્વેદિક સારવાર કારગત છે. ગંભીર દર્દીઓને એલોપેથી ની સારવાર લેવી જ પડે છે.

આયુર્વેદ માં જો દર્દીઓને શરદી, ઉધરસ, ગળાનો દુખાવો, આંખ, કાન, નાક માં તકલીફ થાય તેવા લક્ષણો જોવા મળે તો તેને રક્ત અને પિત્તજન્ય વ્યાધિ કહેવામાં આવે છે. આ. વ્યાધિ નાં લીધે દર્દીઓમાં કફ નું પ્રમાણ વધે છે. કેટલીક આયુર્વેદિક ઔષધિઓ બ્લેક ફંગસ નાં જન્મવા અને વધવા માટેનાં વાતાવરણ ને શરીર માંથી નષ્ટ કરે છે. કોરોના થયા બાદ દર્દીઓને મીઠા વાળા પાણીથી જલ નેતિ કરવાનું કહેવામાં આવે છે. એ ઉપરાંત નીમ નાં પત્તા કે ગૂગળ નો ધુમાડો પણ ઘર શુદ્ધિ કરે છે. આયુર્વેદિક ક્ષાર તેલ નો પણ ટીપા ની જેમ નાકમાં પ્રયોગ કરવાની સલાહ આપવામાં આવે છે.

ઉકાળામાં બનાવેલ ભાત લેવા જોઈએ
આયુર્વેદમાં કહેલ ગુડુચી, આમળા જેવા રોગપ્રતિકારક શક્તિ વધારનાર દ્રવ્યોનો ઉપયોગ કરવો. કેટલાક કૃમિઘ્ન કટુ, તિકત ઔષધો જેવાકે લીમડો, તુલસી, વાવડિંગ, નો ઉપયોગ ખાવામાં, ન્હાવામાં કે , નાસ કે ધુપન લેવામાં નિયમિત કરો. ખદીર અને અસનની છાલનો ઉકાળો બનાવી તેમાં ભાતને ચડવા દેવા અને તે ભાત રોજ જમવામાં ઉપયોગમાં લેવા જોઈએ.ચિકિત્સા માં આયુર્વેદમાં કહેલ પ્રમેહ ચિકિત્સા, કુષ્ઠ ચિકિત્સા અને વિષ ચિકિત્સના ઔષધો પ્રયોજી શકાય. > ડૉ.કાશ્મીરા કોઠારી , આયુર્વેદિક કન્સલ્ટન્ટ

ગળાનો ચૂર્ણ , નીમ ચૂર્ણ લેવા ખૂબ ફાયદાકારક
આયુર્વેદમાં ગંધક રસાયણ, ગળાનો ચૂર્ણ , નીમ ચૂર્ણ, પાંચનાર ગૂગળ, કૌસર ગૂગળ, સમસમની વટી, અરડૂસી ની ગોળી વગેરે લેવાની સલાહ આપવામાં આવી છે. ઉપરાંત કાનની તકલીફ માટે બિલવાદિ તેલ, આંખની તકલીફ માટે જીવંતી ઘનવટી, ત્રિફળા ચૂર્ણ, દાંત ની તકલીફ માટે કર્પુરિંગુવટી અને ગળાની તકલીફ માટે યષ્ટી મધુધનવટી ચૂસી શકાય છે. આ તમામ દવાઓ સાથે સાથે હળદર વાળું પાણી નિયમિત પીવું જોઈએ. એલોપથી સારવાર ની સાથેસાથે પણ આયુર્વેદિક સારવાર લઈ શકાય છે.> ડૉ. ભાસ્કર દવે , આયુર્વેદિક ફિઝીશિયન

અન્ય સમાચારો પણ છે...