તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધાર્મિક:ચાર્તુમાસના સોનેરી દિવસો : આ દિવસોમા વિશેષ નિયમોનુ પાલન કરી મનોકામના પૂર્ણ થાય છે : માંગલિક પ્રસંગોનો નિષેધ છે

ભાવનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ચોમાસાના ચાર માસ ચાર્તુમાસ પર્વ મનાવવામાં આવે છે. આ વર્ષે 5 માસ છે. હિંદુ ધર્મશાસ્ત્રો અનુસાર અષાઢ માસમાં સુદ 11ની રાત્રિથી ભગવાન વિષ્ણુ પછીના ચાર માસ માટે યોગનિદ્રામાં લીન થઇ જાય છે. તેમજ કારતક માસની શુદ 11ના દિવસે યોગનિદ્રાંમાંથી જાગે છે. આથી આ ચાર માસને ચાર્તુમાસ કહે છે. હિંદુ ધર્મના બધા જ મોટા તહેવારો ચાર્તુમાસમાં આવે છે.

આ સમયગાળા દરમ્યાન વિશેષ નિયમોનુ પાલન થતા વ્રત કરવાવાળાઓને પોતાની મનોકામના પૂર્ણ થવામાં વિશેષ લાભ પ્રાપ્ત થાય છે. ખાસ આ દિવસોમાં લગ્ન પ્રસંગો જેવા માંગલિક કાર્યો માટે ચાર્તુમાસમાં શાસ્ત્રોએ નિષેધ બતાવ્યો છે. એટલે સમાજમાં પ્રથા પણ છે. અને દિવાળી બાદ તુલસી વિવાહ પછી લગ્ન મુરતના કાર્યો યોજાય છે.જૈન ધર્મમાં પણ ચાર્તુમાસનુ મહત્વ આ પર્વ દરમ્યા જૈન અનુયાયીઓ જ્ઞાન, દર્શન, ચરિત્ર વગેરે તપ આરાધના કરે છે. જૈન મુનિઓ માટે શાસ્રોમાં નવકોટી વિહારનો સંકેત છે. ભગવાન મહાવીરે ચાર્તુમાસને વિહાર ચર્યા ઇસિણાં પસત્થા કહીને વિહારચર્યાને પ્રશસ્ત બતાવી છે.જૈન મુનિઓ ચાર્તુમાસ દરમ્યાન એક જ સ્થળે રહેતા હોય છે. બૌધ્ધ ધર્મમાં ચાર્તુમાસનુ મહત્વ ગૌતમ બુધ્ધ રાજગિરના રાજા બિંબિસારના શાહી ઉદ્યાનમાં રહ્યા ત્યારે ચોમાસાનો સમય હતો કહેવાય છે કે સાધુઓનુ ચોમાસામાં આ સ્થળે રહેવાનુ કારણ એ પણ હતુ કે ઉષ્ણ કટિબંધીય જળવાયુમાં મોટી સંખ્યામાં જંતુઓ ઉત્પન્ન થાય છે. જે યાત્રા કરવાવાળા ભિક્ષુકો દ્વારા કચડાય જાય છે. આ રીતે બૌધ્ધધર્મમાં પણ વિશેષ મહત્વ છે. સ્વામીનારાયણ સંપ્રદાયમાં ચાર્તુમાસનુ મહત્વ સ્વા.સંપ્રદાયમાં ઇષ્ટદેવની આજ્ઞાથી ભજન કરવાની અને જીવન ચરિત્રથી તપ કરવાની પ્રેરણા મળે છે.

સ્વામીનારાયણ ભગવાનની શિક્ષાપત્રી શ્લોક નં.76,77,78માં આજ્ઞા છે. આ આજ્ઞાનુસાર સંત ભકતસમુદાય કથાશ્રવણ, ભગવાનને દંડવત, પ્રદક્ષિણા,નામજપ, મહાપુજા કરવી વગેરે ભજન ભકિતના નિયમો લે છે. પ્રભુની તપશ્ચર્યાને યાદ કરીને સ્વામીનારાયણ સંપ્રદાયના સંતો અને ભકતો ચાર્તુમાસમાં ચાંદ્રાયણ, ધારણા-પારણા, ફલાહાર અને ઉપવાસ વિગેરે વિવિધ પ્રકારના વ્રતોથી તપસાધના કરે છે. મહાભારતમાં કહેવાયુ છે. મહાન સુખનુ મુળ તપ છે. ,મેડીકલ સાયન્સ કહે છે કે ઉપવાસ એક ઉત્તમ ઔષધ છે. આથી શારીરિક સ્વાસ્થ્ય માટે અને ભગવતપ્રસન્નાર્થે ચાર્તુમાસ દરમ્યાન ભજન અને તપનો શુભારંભ કરવામાં આવે છે.

ઉપવાસ ચાર્તુમાસમાં જ કેમ કરવો
ચાર્તુમાસમાં ભેજ અને ભીનાશને કારણે શરીરમાં કફ અને પિત્તનો પ્રકોપ વધે છે. પાચન શકિત મંદ પડે છે.નિર્જળા ઉપવાસ કરવાથી આ દોષ પર નિયંત્રણ આવે છે. ઉપવાસમાં જળ, મુળ, ફળ, દૂધ સિવાય કશુ ન લેવાય આ નિયમો ત્રણ પ્રકારના છે. ભજન સંબંધી, તપ સંબંધી, સ્વભાવ સંબંધી.

જીવનમાં ઉપવાસનુ મહત્વ
તમામ ધર્મગ્રંથો મુજબ મહાપુરૂષોએ પોતાના જીવનમાં ઉપવાસને મહત્વ આપ્યુ છે ઇસુ ખિસ્તે રણમાં 40 ઉપવાસ કરેલ,મુસ્લિમો રોઝા રાખે છે., મહાવીર સ્વામીએ પણ ઉપવાસ કરેલા, બુધ્ધ ભગવાને જ્ઞાન સાક્ષાત્કાર પૂર્વે ઉપવાસ કરેલા, સ્વામીનારાયણ ભગવાને પણ પુલહાશ્રમમાં ચાર માસ ઉપવાસ કરી તપ કરેલુ.

અન્ય સમાચારો પણ છે...